Not Set/ ભરૂચ જિલ્લાનો ઇમરાન ભટ્ટી દુબઇમાં યોજાયેલ વિશ્વ કરાટે ચેમ્પિયનશિપમાં બન્યો વિશ્વ વિજેતા

ભરૂચ, ભરૂચના નવ યુવાન ઇમરાન ભટ્ટીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી હતી તક જેના અનુસંધાને ઇમરાન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દુબઇ ગયો હતો જ્યાં વિશ્વભરના ખેલાડીઓ આવ્યા હતા. જ્યાં તારીખ 12મેં ના રોજ ફાઇનલ મેચમાં ઇમરાનનો ભવ્ય વિજય થતા સમગ્ર ભરૂચ જિલ્લા તેમજ ભારતનું નામ ગર્વ સાથે ઊંચું થઈ ગયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તીખંડાલી જેવા […]

Top Stories Gujarat
અન્મર 2 ભરૂચ જિલ્લાનો ઇમરાન ભટ્ટી દુબઇમાં યોજાયેલ વિશ્વ કરાટે ચેમ્પિયનશિપમાં બન્યો વિશ્વ વિજેતા

ભરૂચ,

ભરૂચના નવ યુવાન ઇમરાન ભટ્ટીને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી હતી તક જેના અનુસંધાને ઇમરાન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દુબઇ ગયો હતો જ્યાં વિશ્વભરના ખેલાડીઓ આવ્યા હતા. જ્યાં તારીખ 12મેં ના રોજ ફાઇનલ મેચમાં ઇમરાનનો ભવ્ય વિજય થતા સમગ્ર ભરૂચ જિલ્લા તેમજ ભારતનું નામ ગર્વ સાથે ઊંચું થઈ ગયું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તીખંડાલી જેવા નાના ગામનો વિશ્વ કરાટે ચેમ્પિયન ઇમરાન ભટ્ટી ખુબજ નાની ઉમરમાં માતા-પિતાને ગુમાવનાર ઇમરાન છેલ્લા 8 વર્ષથી ઘરમાં એમના નાના ભાઈ સાથે એકલા રહે છે અને આગળ વધવા ખુબજ મેહનત કરે છે એક્લા અટૂલા જીવનમાં પણ ઇમરાનએ આગળ વધવાનીની નેમ લીધી છે.

અન્મર 3 ભરૂચ જિલ્લાનો ઇમરાન ભટ્ટી દુબઇમાં યોજાયેલ વિશ્વ કરાટે ચેમ્પિયનશિપમાં બન્યો વિશ્વ વિજેતા

આ નવયુવાનો વર્ષ 2016 અને 2017માં બે વાર ગુજરાત રાજ્ય ક્ષેત્રે કરાટે ચેમ્પિયનશિપમાં પ્રથમ આવી ગોલ્ડમેડલ જીત્યું હતું અને ત્યાર બાદ 2016 અને 2017માં તેજ વર્ષે ઇમરાન ભટ્ટી સમગ્ર ભારતમાં પ્રથમ આવી ગુજરાત રાજ્ય તેમજ ભરૂચને ગોલ્ડ મેડલ અપાવી અને નેશનલ ચેમ્પિયન બની રાજ્ય તેમજ જિલ્લાનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત કરી ચુક્યો છે. જે બાબતે 1 મે ના રોજ યોજાયેલ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઇમરાન ભટ્ટીનો મુખ્યમંત્રીના હાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું.