Gujarat News : પશ્ચિમ રેલવેના નુંબઈ ડિવીઝનમાં સુરતના ઉધના સ્ટેશનથી ગયા અઠવાડિયે અંદાજે 50 હજાર લોકો રિઝર્વેશન વગરની ટ્રેનોમાં ગામ પહોંચી ગયા છે. રવિવારે ભીડ વધતા એક જ દિવસમાં પાંચ ટ્રેનો ભાગલપુર અથવા છપરા માટે રવાના થઈ હતી. જેમાં 16 હજાર પ્રવાસીઓ તેમના ગામ ગયા હતા. જેમાં મોટાભાગના અપ્રવાસી મજૂર અને તેમનો પરિવાર હતો. કહેવાય છે કે સુરતમાં મજૂરોનું આ પલાયન મજુરીની કમીને કારણે થઈ રહ્યું છે.
સાડી બનાવવાના દેશના ટોપ શહેરોમાં સુરતનું નામ લેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયતી માંગ ઓછી હોવાથી મેન્યુફેકચીંગ ઓચુ થાય છે. 1 એપ્રિલથી સાડી બનાવનારી પેક્ટરીમાં અઠવાડિયાના ફક્ત 3 દિવસ કામ થાય છે. મજૂરોની સપ્લાય કરતા શિવમ ત્રિપાઠીના જમાવ્યા મુજબ મજૂરોને પ્રતિદંનના હિસાબે પગર આપાય છે. પરિવાર સાથે રહેતા મજૂરોને મહિને 5 થી 6 હજાર મકાનનું ભાડુ ચુકવવું પડે છે. કામની કમીને કારણે તેમને માટે ગુજારો કરવો મુશ્કેલ બની જાય છે. બીજીતરફ ફેક્ટરીના માલિકો તરફથી મજૂરોને રજા પર જવાની સલાહ અપાઈ હતી.
1 એપ્રિલથી એસએસએમઈમાં પેમેન્ટના નવા નિયમ મુજબ 45 દિવસોમાં પેમેન્ટ આપવું પડશે. નિયમનું ઉલ્લંઘન કરનારાને લેટ પેમેન્ટ બાદ ભારે દંડ ચુકવવો પડશે. પહેલા મેન્યુફેક્ચરર બે ત્રણ મહિનામાં પેમેન્ટ ચુકવતા હતા. નાના વેપારી પણ મેન્યુફ્ક્ચર્ર્સને બે મહિને પેમેન્ટ આપતા હતા. 45 દિવસ પછી રકમ જો બાકી હોય તો તેને પણ ઈન્કમમાં ગણવામાં આવી અને જીએસટી પણ તે જ હિસાબે આપવી પડે છે. આ નવા નિયમને કારણે પેમેન્ટની પુરી સાયકલ પર પ્રભાવ પડયો છે. જેને કારણે હાલ માલના સપ્લાય પહેલા પેમેન્ટ પર ફોક્સ કરવામાં આવે છે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી
