કચ્છ,
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છના નખત્રાણામાં બસ અને એકટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલાનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
જૂની દેનાબેંક પાસેની આ ઘટના છે કે જ્યાંથી આ મહિલા પસાર થઇ રહી હતી..આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા બસચાલકે મહિલાને ટક્કર મારી હતી..જેથી મહિલા બસ નીચે આવી ગઇ હતી.. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે આ સમગ્ર ઘટના સીસીીટીવી કેમેરમાં કેદ થઇ હતી.જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
