દેવભૂમિ દ્વારકા/ દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી પડી, દ્રશ્યો કેમેરામાં કેદ

ભારે ગાજવીજ  સાથે વરસાદ વરસી રહ્યોછે. ત્યારે મંદિરની ધજા ઉપર વીજળી પડી છે. અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Top Stories Gujarat Others

યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે એક અજાયબ ઘટના બની છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. દ્વારકા નીજમંદિર ઉપર વીજળી પડતી ઘટનાનો વિડીયો સોશીયાલમાં વાઈરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા ખાતે મેઘરાજા મહેરબાન થયા છે. ભારે ગાજવીજ  સાથે વરસાદ વરસી રહ્યોછે. ત્યારે મંદિરની ધજા ઉપર વીજળી પડી છે. અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે આ ઘટના દરમિયાન કોઈ અનિચ્છનીય  ઘટના સામે આવી નથી. કે નથી મંદિર કે ધજાને કોઈ નુકશાન થયું.

જો કે આ ઘટના દરમિયાન મંદિરની ધ્વજા ખંડિત થઈ છે. સંકટ સમયે જગતના નાથે દ્વારકાના નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે.

દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. ભાટિયા ગામમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સાંબેલાધાર વરસાદથી સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે. દ્વારકા જામ કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જામ કલ્યાણપુરમાં બે કલાક માં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.  ધોધમાર વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયાં છે. દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. જામ ખંભાળીયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.