Not Set/ કોરોના વાઇરસના હોટસ્પોટ અમદાવાદને ઝોનમાં વિભાજીત કરાયું, એક પણ ગ્રીન ઝોન નહિ

કોરોના વાઇરસના એપી સેન્ટર અમદાવાદને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે  આજે બે ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે એવા 6 વિસ્તારને રેડ ઝોન તથા જ્યાં ઓછા કેસ છે તેવા 42 વિસ્તારને ઓરેન્જ ઝોન જાહેર કર્યા છે.  હાલ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી. જો રેડ ઝોનમાં સતત 14 […]

Ahmedabad Gujarat

કોરોના વાઇરસના એપી સેન્ટર અમદાવાદને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે  આજે બે ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે એવા 6 વિસ્તારને રેડ ઝોન તથા જ્યાં ઓછા કેસ છે તેવા 42 વિસ્તારને ઓરેન્જ ઝોન જાહેર કર્યા છે.  હાલ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી.

જો રેડ ઝોનમાં સતત 14 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહી નોંધાય તો તેને ઓરેન્જ ઝોન જાહેર કરાશે. જો ઓરેન્જ ઝોનમાં સતત 14 દિવસમાં એક પણ કેસ કોરોનાનો નહી નોઁધાય તો તેને ગ્રીન ઝોન જાહેર કરાશે. હાલની સ્થિતિએ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી. આથી ઉલટુ જો ગ્રીન ઝોનમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાશે તો તેને ઓરેન્જ ઝોનની કેટેગરીમાં મુકાશે અને ઓરેન્જ ઝોનમાં કેસ નોંધાશે તો તેને રેડ ઝોન જાહેર કરાશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2 હજાર ને પાર થી ગઈ છે. 2 હજાર ઉપર એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધીમાં 107 દર્દીના મોત થયા છે.

અ.મ્યુ.કો.ની વેબસાઇટ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોવિડ 19 અંગેની તમામ માહિતી જેમકે કોરોનાથી કુલ મોત, કોરોનાના એક્ટિવ કેસ, ઝોન વાઇઝ કેસ, ઝેન્ડર વાઇઝ કેસ અને મેપ સહિતની તમામ માહિતી વેબસાઇટ પર ઉપબલ્ધ છે. અમારો પ્રયાસ રહ્યો છે કે તમામ માહિતી નાગરિકોને પહોંચી શકે. વેબસાઇટમાં રેડ ઝોન અને ઓરેન્જ ઝોનનો મેપ દ્વારા પણ માહિતી અપાશે.

અમદાવાદમાં નવુ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાનપુરની લેમન ટ્રી હોટલ શરૂ કરાઈ છે. જેમાં 60 રૂમની વ્યવસ્થા કરાઈ છે. 100થી 125 દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ હોટલમાં રહેવા અને જમવાનો 3 હજાર રૂપિયા ખર્ચ આપવાનો રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.