Sabarkantha News/ હળાહળ કળયુગની પરાકાષ્ઠા, તલોદમાં ભાઈ – પિતા અને એક શખ્સે સગીરા પર કર્યો બળાત્કાર, માતાએ નોંધાવી ફરિયાદ

તલોદમાં પુત્રી પર દુષ્કર્મ કરવા બદલ તેના ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કળિયુગમાં પિતા પુત્રી અને ભાઈ બહેન ના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે.

Top Stories Gujarat Others

@ ચિરાગ મેઘા, ઈડર

તલોદમાં પુત્રી પર દુષ્કર્મ કરવા બદલ તેના ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કળિયુગમાં પિતા પુત્રી અને ભાઈ બહેન ના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે.. જેમાં સગીર દિકરી ગર્ભવતી બનતા માતાએ સગા પીતા – ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઈ છે.

તલોદમાં સગીર પર દુષ્કર્મ

સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે.. હળાહળ કળીયુગ ની પરાકાષ્ઠા એવી કે ભાઈ – પિતા અને એક ઈસમ એમ ત્રણેય મળીને સગીર દિકરીને વાસનાનો ભોગ બનાવી છે.. ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દિકરી ને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ને શારીરિક અડપલા અને બળજબરી પુર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા.. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે ભાઈ બહેન અને પીતા પુત્રી ના પવિત્ર સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવતા આ ત્રણેય આરોપીઓને આકરી સજા મળે તેવી માંગ પણ ઉઠી છે….

લોહીના સંબંધો લજવાયા

તલોદ શહેરમાં એક પર પ્રાંતિય પરિવાર રહેતો હતો. આ પરિવારમાં પિતા અને પુત્ર અને એક ઈસમે સગીર દિકરી પર ખરાબ નજર રાખી શારિરીક અડપલા શરૂ કર્યા હતા. આ ત્રણેય શખ્સ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અવાર નવાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરી પુર્વક બળાત્કાર ગુજારો હતો. આ ઉપરાંત સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ દિકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દિકરીના પિતા તેનો સગીર ભાઈ અને અન્ય એક ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી. પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા છે પોલીસે સગીર દિકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે પિતા અને અન્ય એક ઈસમનું પણ આજે મેડિકલ અર્થે હિંમતનગર સિવિલ ખાતે લવાયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈ તલોદ સહિત જીલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસે પિતા, ભાઈ અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી તમામની અટકાયત કરતા આગળની વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જસદણમાં ઇકો કાર પલટી ખાતા ગંભીર અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: ભરૂચમાં GPCBએ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી

આ પણ વાંચો: સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા