Surat News/ સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા

સુરત શહેરમાં વેસુ પોલીસમાં એક જ મિલકતમાંથી એકથી વધુ લોકોને વેચીને કુલ રૂપિયા 1.65 કરોડની ઠગાઈનુ કાવતરૂ રચ્યું હતું. કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ……

Top Stories Gujarat Surat Breaking News
Image 2024 08 08T111711.274 સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા

Surat News: સુરતના વેસુ પોલીસમાં ઠગાઈ કેસમાં આરોપીને સર્વોચ્ચ અદાલતના વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારી પીઆઈ રાવલ અને ચીફ જ્ુડિશીયલ મેજીસ્ટ્રેટને સુપ્રીમે દોષી ઠેરવ્યા છે, તેમજ 2 જી સપ્ટેમ્બરે હૈજર રહેવા આદેશ આપ્યો છે.

સુરત શહેરમાં વેસુ પોલીસમાં એક જ મિલકતમાંથી એકથી વધુ લોકોને વેચીને કુલ રૂપિયા 1.65 કરોડની ઠગાઈનુ કાવતરૂ રચ્યું હતું. કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ સુમિત ગોયેન્કા, તુષાર શાહ, રાજુસિંહ, ઓમકારસિંહ વિરૂદ્ધ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી તુષાર શાહે સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટે ટ્રાયલ કોર્ટ માટે રિમાન્ડ મંજૂર કર્ા હતા. સુપ્રીમના ચુકાદાનો તિરસ્કાર બદલ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવાઈ તથા જસ્ટીસ સંદિપ મહેતાની બેન્ચે વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ તથા સુરતના છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકરને દોષી ઠેરવી સજા માટે આગામી તા.2જી સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

વેસુ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી તુષાર શાહને માર મારીને સ્ટેમ્પ પેપર તથા ડાયરીમાં સહી અંગુઠા મરાવી લેવામાં આવ્યા હતા. આગોતરા જામીનના હુકમની અવમાનના કરવા બદલ ફરિયાદી તુષાર શાહે સુરતના સ્થાનિક વકીલ દિપેશ દલાલ સીનીયર કાઉન્સેલ આઈ. એસ.સૈયદ વગેરે દ્વારા સ્પેશ્યલ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ મુખ્ય સચિવ,સુરત શહેર પોલીસ કમિશ્નર,ડેપ્યુટી પોલીસ કમિશ્નર,વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ,સુરતના એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટને ગઈ તા.10મી જાન્યુઆરીના રોજ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ઈશ્યુ કરી હતી.જેની સુનાવણી સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.

સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર, ડીસીપી ઝોન-4 વિજયસિહ ગુર્જર ફરિયાદી અભિષેક ગોસ્વામી વિરુધ્ધની કન્ટેમ્પ્ટ નોટીસને ડીસ્ચાર્જ કરતો હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટે સુરત મેજીસ્ટ્રેટે પોલીસ કસ્ટડીનો હુકમ ન્યાયના હિતમાં શુધ્ધબુધ્ધિપુર્વકનો તથા કાયદાકીય પરિસ્થિતિની ગેરસમજના લીધે થયાનો બચાવ નકારી કાઢ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સિંગણપોર વિસ્તારમાં સ્કૂલવાનની અડફેટે થયું 5 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો:ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ

આ પણ વાંચો:પાટણનાં સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને ટોલ બુથ દૂર કરવા રજૂઆત કરી