Bhavnagar News/ ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ

ભાવનગર એલસીબીને દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.

Gujarat

Bhavnagar News: ભાવનગર એલસીબીએ દારૂની કટીંગ દરમિયાન રેડ કરી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ 5 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબીને દારૂની હેરાફેરી થતું હોવાની બાતમી મળી હતી. જેથી આરોપીઓને રંગે હાથે પકડવા ભાવનગર LCBએ દારૂની કટીંગ દરમ્યાન દરોડો પાડ્યો હતો. તેમ જાણવા મળ્યા બાદ પાનવાડી BSNL કચેરી સામે જાહેરમાં એક કારમાંથી બીજી કારમાં દારૂનું કટીંગ થતું હતું.

ભાવનગર LCBએ શખ્સો પર વોચ રાથી દારૂની બોટલ સહિત રૂ. 8,10,360 મુદ્દામાલ કબ્જે કર્યો હતો. LCBએ દારૂની કટીંગ કરતા 5 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 5 આરોપીઓનાં નામ સામે આવ્યા છે. પ્રતાપ જગુભાઈ ખાચર,હાર્દિક હિતેશભાઈ પરમાર,નાસીર ઝાકીરભાઈ કુરેશી,ભાવેશ બટુકભાઈ ભીમાણી અને મુન્નો ઉર્ફે મૂંડીયો સંધી ઝડપાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડશે, અન્ય જીલ્લાઓમાં કેવો રહેશે વરસાદ

આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો