ટ્રાફિક નિયમ/ હવે યમરાજ શિખવશે ટ્રાફિકનાં નિયમો – સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે નવતર પ્રયોગ

ગુજરાતમાં દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જોવામાં આવી રહી છે. ટ્રાફિકનાં નિયમોનાં ભંગનાં કારણે ગુજરાતનાં રોડ રોજબરોજ અનેક જીવન ભરખી જાય છે. ગુજરાતમાં રોડ

Gujarat Surat

ગુજરાતમાં દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જોવામાં આવી રહી છે. ટ્રાફિકનાં નિયમોનાં ભંગનાં કારણે ગુજરાતનાં રોડ રોજબરોજ અનેક જીવન ભરખી જાય છે. ગુજરાતમાં રોડ અકસ્માતનો આંંકડો એટલો મોટો છે કે સાંભળીને ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. લોકોને તમામ હકીકતો અને અકસ્માતમાં થતા મોતનાં આંકડાની અમતો ખબર જ છે, વિડંબનાએ છે કે, લોકોને નિયમોનું ભાન અને પાલન કરવવા માટે પોલાસે ફરજીયાત જહેમત કરવી પડે છે અને જે પોલીસ કર્મીઓ કરે પણ છે. આવી જહેમતમાંમ પોલીસે આ વખતે કઇક અવનવુ કરી ટ્રાફિક નિયમો શું છે અને તેનુ પાલન કેટલું જરુરી છે તે શિખવવાની કોશિશ કરી છે.

Traffic Police Use 'Yamaraj' To Warn Motorists Against Violations - Boldsky.com

સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે નવતર પ્રયોગ હાથધરવામાં આવ્યો છે અને હવે સુરતીઓને ટ્રાફિકનાં નિયમો તોડવા બદલ પોલીસ નહીં પણ ખુદ યમરાજ પકડશે. ટ્રાફિક નિયમો તોડનારને  યમરાજ પકડશે એટલું જ નહીં પણ પકડ્યા બાદ તેને નિયમો વિશે સમજાવશે પણ ખરા. મતલબ કે સુરત પોલીસનાં યમરાજ હવે જીવન મોતનાં હિસાબ રાખવાની સાથે સાથે એક શિક્ષક બની લોકોને પોતાનાથી એટલે કે યમરાજથી કેવી રીતે દુર રહેવુ તેનુ જ્ઞાન આપશે.

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોની સમજ માટે યમરાજનું નિર્માણ કરવામાં આવ્યું છે. યમરાજ નિયમનો ભંગ કરનારને પકડશે અને પકડ્યા બાદ એને નિયમો વિશે સમજાવશે. એક્સિડન્ટમાં જીવ ગુમાવવા અંગે પણ માહિતી આપશે. સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને શહેરમાં દર વર્ષે ટ્રાફિક નિયમો નેવે મુકવાથી કેટલા મોત થાય છે ભયાનકતાનાં દર્શન પણ કરાવશે.

yamraj has a lesson for helmetless riders: In Ambala, Yamraj has a lesson for helmetless riders | Gurgaon News - Times of India

પોલીસનો મૂળ ઉદ્દેશ તો લોકોને ટ્રાફિક નિયમો સમજાવી તેનું પાલન કરે તેવું શિખવવાનું છે. લોકોમાં યમરાજને જોઈ કુતૂહલતામાં પણ શિક્ષણ લેશે. લોકો એક સમયે યમરાજથી ડરતા હતા અને આજે પણ યમ નામ માત્ર લોકોમાં કંપારી છોડાવી જાય છે અને માટે જ પોલીસ દ્વારા યમરાજ થકી લોકોને સમજાવવાનો નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે. જો કે, આમતો અનેક વખત પોલીસ ટ્રાફિકોનાં નિયમોનાં પાલન અને સમજણ માટે અવનવા રસ્તા શોધી લાવે છે, પરંતુ યમરાજનો કીમિયો કેટલો સાર્થક નીવડશે તે જોવું રહ્યું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…