Valsad/ કમોસમી વરસાદ બાદ અહી ધુમ્મસભર્યા વાતાવરણે ખેડૂતોની મુસિબતમાં કર્યો વધારો

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ કમોસમી વરસાદ બાદ હવે જિલ્લામાં ઘુમમ્સ ભર્યું વાતાવરણ ના કારણે ખેડૂતો નો ઉભો પાક નિષ્ફળ થતા ખેડૂતો એ ભારે નુકસાની વેઠવા નો વારો આવ્યો છે વલસાડ જિલ્લામાં વાતાવરણ માં ભેજ નું પ્રમાણ વધતા ખેડૂતો ના ખેતમાં લાગેલા ટામેટા,મરચા અને રીંગના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે તો બીજી […]

Gujarat Others

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

કમોસમી વરસાદ બાદ હવે જિલ્લામાં ઘુમમ્સ ભર્યું વાતાવરણ ના કારણે ખેડૂતો નો ઉભો પાક નિષ્ફળ થતા ખેડૂતો એ ભારે નુકસાની વેઠવા નો વારો આવ્યો છે વલસાડ જિલ્લામાં વાતાવરણ માં ભેજ નું પ્રમાણ વધતા ખેડૂતો ના ખેતમાં લાગેલા ટામેટા,મરચા અને રીંગના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે તો બીજી તરફ ખેડૂતો ને કેરી નો પાક પણ નિષ્ફળ જશે એવી ભીતિ સતાવી રહી છે.

સમગ્ર રાજ્ય ભર કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે હવે વરસાદ બાદ હવે ઠંડી નું પ્રમાણ વધવાથી સમગ્ર વલસાડ જિલ્લામાં 3 દિવસ માં 3 ઇંચ જેટલો વરસાદ બાદ હવે જિલ્લામાં ઘુમમ્સ તથા ભેજ નું પ્રમાણ વધવાથી ખેડૂતો નો ઉભો લીલો શાકભાજીનો પાક ખરાબ થઈ રહયો છે વલસાડ જિલ્લામાં.3 હજાર હેકટ માં શાકભાજી નું ઉત્પાદ કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં ભેજ નું પ્રમાણ વધતા લીલા શાકભાજી ના છોડમાં ફૂગ લાગવાનું શરૂ થઈ ગયું છે ખાસ કરી ને જો વાત કરીએ ટામેટા અને મરચા ના પાક માં નુકસાન વધુ પ્રમાણ માં થવા પામ્યું છે.

વાતાવરણમાં ભેજ નું તથા ઘુમમ્સયુ વાતાવરણ ના કારણે ટામેટા તથા મરચા ના છોડતો તથા પાક માં હવે ફૂગ લાગવા લાગી ગઈ છે ટામેટા અને મરચામાં ફૂગ લાગતા છોડો મરી રહયા છે ટામેટાની ખેતી કરતા ખેડૂતો ના ખેતરમાં ઉભો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે ત્યારે જો મરચા ની વાત કરીએ તો ભેજ અને ઘુમમ્સ ના કારણે મરચા ના ખેતરમાં 50 ટકા થી વધુ મરચા ના છોડ મરી જતા ખેડતો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લાના ખેડતો ની ચિંતા માં સતત વધારો થઈ રહયો છે કારણકે જિલ્લામાં ભેજ નું પ્રમાણ વધતા એક તરફ શાકભાજી ને નુકસાન થઈ રહયું છે તો બીજી તરફ આ કેરી ના પાક ને પણ આ વાતાવરણ નુકસાન કરી રહયું છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખાસ કરી ને કેરી નો પાક વધુ કરતા હોય છે જિલ્લામાં 34 હજાર હેકટમાં કેરી નો પાક લેવામાં આવે છે મોટા ભાગના ખેતરોમાં આંબાના ઝાડ ઉપર નવેમ્બર મહિના ની મંજરી માંથી મોર ફૂટવાનું શરૂ થઈ જતી હોય છે મોર ઓ ફૂટ્યા બાદ ખેડતો દ્રારા આંબા ના ઝાડો પર ખેડૂતો દ્રારા દવાનો છટકવા કરવાની શરૂ આત કરી હતી પરંતુ કમોસમી વરસાદ ને કારણે આંબાઓ પર લાગેલા મોર માં હોવી ફૂગ લાગવાની શરૂ આત થઈ ગઈ છે તો જિલ્લા માં ઘુમમ્સ તથા ભેજ વારું વાતાવરણ આમજ થોડા દિવસો યથાવત રહેશે તો કેરી ના પાક માં વધુ નુકસાન થવાની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે.

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ તથા વાતાવરણ માં ઘુમમ્સ અને ભેજ ના કારણે ખેડતો નો પાક ખરાબ થઈ રહયો છે તો બીજી તરફ જે પાક સારો રહયો છે એવો પાક ખેડતો માર્કેટ માં વેચવા માટે જતા હોય છે એનો સારો ભાવ ન આવતા ખેડતો એ દેવાદાર બનવાનો વારો આવ્યો છે ત્યારે ખેડતો એ હવે સરકાર પાસે આશા લગાવી છે કે સરકાર સર્વે કરવી ખેડતો ને થયેલા નુકશાન માં થોડી સહાય કરે.

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ

હળવદનાં માનસર ગામે કેનાલ છલકાતા ખેડૂતોનાં ખેતરમા ભરાયા પાણી

શહેરમાં ફરી એક ‘મુન્નાભાઈ MBBS’ મળી આવ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…