Gujarat Rain News/ રાજ્યમાં વરસાદ અનરાધાર: 24 કલાકમાં 168 તાલુકામાં ખાબક્યો

રાજ્યમાં વરસાદ અનરાધાર છે અને છેલ્લા 24 કલાકમાં તે 168 તાલુકામાં ખાબક્યો છે. આમ રાજ્યમાં મેઘમહેર જળવાઈ રહી છે. તેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં પડ્યો હતો.

Gujarat Top Stories Breaking News

Gandhinagar News: રાજ્યમાં વરસાદ અનરાધાર છે અને છેલ્લા 24 કલાકમાં તે 168 તાલુકામાં ખાબક્યો છે. આમ રાજ્યમાં મેઘમહેર જળવાઈ રહી છે. તેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં પડ્યો હતો. ચાર કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા આખુ કલ્યાણપુર જળબંબાકાર થઈ ગયું હતું. ક્યાંય રસ્તા જ દેખાતા ન હતા. લોકોના ઘરોમાં પાણી ભરાતા હતા. આખું કલ્યાણપુર કેડસમા પાણીમાં આવી ગયું હતું. એનડીઆરએફની ટીમે કેટલાય લોકોને બચાવ્યા હતા.

આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં સવા દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં પોણા નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેશોદમાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દ્વારકા તાલુકામાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. માળિયા હાટિનામાં સવા છ ઇંચ ખાબક્યો હતો. ચીખલીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કામરેજમાં છ ઇંચ અને ઉપલેટામાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાણાવાવમાં સાડા પાંચ ઇંચ, ગીર ગઢડામાં સવા પાંચ ઇંચ, જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુંદ્રા અને પોરબંદરમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઉમરપાડા અને કચ્છના માંડવીમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સિહોર, ચુડા, ઉના અને ડોલવણમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામનગર, ચોર્યાસી અને તાલાલામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસા, તારાપુર, સોનગઢ અને થાનગઢમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના પલસાણામાં પોણા આઠ ઇંચ, સુરતના બારડોલીમાં સવા સાત ઇંચ, વલસાડના કપરાડામાં સાત ઇંચ, વાપી તાલુકામાં સાડા છ ઇંચ, કામરેજમાં છ ઇંચ, ખેરગામમાં પોણા છ ઇંચ, વલસાડમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના માંડવીમાં છ ઇંચ, સુરત શહેરમાં સાડા ચાર ઇંચ, સૂત્રાપાડા, વાલિયા, વાંસદા અને વ્યારામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના લીધે બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું