Not Set/ PPP મોડમાં IIIT ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે, ગુજરાતને શું લાભ મળશે..?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થાઓ (IIITs) કાયદા (સુધારા) બિલ, 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુર ખાતેના પીપીપી મોડમાં પાંચ IIIT ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે આ ખરડો જાહેર ખાનગી ભાગીદારી મોડમાં હાલની 15 ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી  સાથે […]

Gujarat Surat

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થાઓ (IIITs) કાયદા (સુધારા) બિલ, 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુર ખાતેના પીપીપી મોડમાં પાંચ IIIT ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે

આ ખરડો જાહેર ખાનગી ભાગીદારી મોડમાં હાલની 15 ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી  સાથે બાકીની 5 આઇઆઈઆઈટી-પીપીપી જાહેર કરશે.  તે ઇન્સ્ટિટ્યુટને માહિતી ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશમાં મજબૂત સંશોધન આધાર વિકસાવવા માટે જરૂરી પૂરતા વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા પણ સક્ષમ કરશે.

સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુર ખાતે જાહેર ખાનગી ભાગીદારી મોડમાં પાંચ ભારતીય ઈન્ફર્મેશન ટેક્નોલોજીની સંસ્થાઓને વૈધાનિક દરજ્જો આપવા અને ભારતીય માહિતી સંસ્થાઓ હેઠળ પહેલેથી અસ્તિત્વમાં છે તેવા 15 ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફર્મેશન ટેક્નોલોજીની સાથે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવશે.

મંજૂરીનો ઉદ્દેશ સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુર ખાતે આઈઆઈઆઈટીના ઔપચારિકરણ માટે છે. આ IIITs પહેલાથી જ 1860 ના સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ સોસાયટીઓ તરીકે કાર્યરત છે. હવે તેઓ આઈઆઈઆઈટી (પીપીપી) એક્ટ, 2017 હેઠળ આવરી લેવામાં આવશે, જે પીપીપી મોડમાં સ્થાપિત અન્ય 15 આઈઆઈઆઈટીની જેમ છે.

IIIT ની માહિતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રચના કરવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=z6Y0Pe_Atc8

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.