Not Set/ કાશ્મીર/ શ્રીનગરમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 1 આતંકી જીવતો પકડાયો, 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પરીમ પોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓનાં ગોળીબારમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હતા, તો સુરક્ષાદળો દ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતી અને એક આતંકીને જીવતો પકડ્યો હતો. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો મળી આવ્યા છે. Jammu & Kashmir: CRPF's Constable GD Ramesh Ranjan, a resident of district […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પરીમ પોરા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓનાં ગોળીબારમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હતા, તો સુરક્ષાદળો દ્વારા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતી અને એક આતંકીને જીવતો પકડ્યો હતો. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો મળી આવ્યા છે.

આપને જણાવી  દઇએ કે, કાશ્મીરનાં  શ્રીનગરના પરીમ પોરામાં એક ચેક પોસ્ટ પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાન સીઆરપીએફનાં કોન્સ્ટેબલ જીડી રમેશ રંજન છે, જેઓ બિહારના જિલ્લા આરા ગામનાં વતની છે અને ત્યાંજ પરિવાર સાથે રહેતા હતા. .

કાશ્મીરનાં શ્રીનગરમાં આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરનાં ડી.જી.પી. દિલબાગ સિંઘ દ્વારા આ મામલે બ્રીફિંગ આપતા જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષાદળો પાસે એવા અહેવાલો છે કે, અહીં(કાશ્મીર)  VPNનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે, ટ્રક ડ્રાઈવરે (1 જાન્યુઆરીએ બાન ટોલ પ્લાઝા એન્કાઉન્ટરમાં સામેલ) પહેલા એન્કાઉન્ટરનો ફોટોગ્રાફ ક્લિક કર્યો અને પુરાવા તરીકે તેને VPN નો ઉપયોોગ કરીને પાકિસ્તાનને મોકલ્યો કે તેઓ આ આતંકી હુમલાને અંજામ આપ્યો છે. આવી અનેક રીતે અહીં VPNનો ઉપયોગ અને દુરૂપયોગ થઈ રહ્યા છે. જે સુરક્ષાની દ્રષ્ટીએ જોખમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.