Not Set/ ખેડૂતોને દેવામાફીનાં નામે માત્ર ઠગવામાં આવી રહ્યા છે : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અગાઉ દેવા માફીનાં નામે અહીં ખેડૂતોની છેતરપિંડી કરવામાં આવી હતી અને હવે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. પ્રિયંકાએ પોતાના ટ્વીટ સાથે એક સમાચાર શેર કર્યા છે. જેમાં લખ્યું છે કે, […]

Top Stories India

કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એકવાર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અગાઉ દેવા માફીનાં નામે અહીં ખેડૂતોની છેતરપિંડી કરવામાં આવી હતી અને હવે તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

પ્રિયંકાએ પોતાના ટ્વીટ સાથે એક સમાચાર શેર કર્યા છે. જેમાં લખ્યું છે કે, સહારનપુર જિલ્લામાં વીજળી વિભાગ અને પોલીસનાં ત્રાસ આપ્યા બાદ ખેડૂત પુત્રએ ઝેર પીને કથિતરીતે આત્મહત્યા કરી હતી. વિરોધમાં ખેડૂતોએ રસ્તો રોકી દીધો હતો. પ્રિયંકાએ ટ્વિટ કરતા લખ્યુ, ‘ઉત્તર પ્રદેશ ભાજપે ખેડૂત હિતોનાં મુદ્દાને માત્ર જાહેરાતો અને બિલબોર્ડ સુધી મર્યાદિત કરી દીધા છે.’ “ખેડુતોને તેમના પૈસા મળતા નથી. વીજળી બરાબર મળી રહી નથી, પરંતુ તેમના વીજળીનાં બિલ વધારવામાં આવ્યાં. દેવા માફીનાં નામની છેતરપિંડી કરાઈ હતી અને તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે.”

અગાઉ પ્રિયંકાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ટ્વીટ કર્યું હતું કે રાજ્ય સરકારનું ગુના પર કોઈ નિયંત્રણ નથી. પ્રિયંકાએ મંગળવારે ટ્વીટ કરીને લખ્યું કે, “તમે ઉત્તર પ્રદેશ ભાજપ સરકારનાં દાવાઓ અને તેમની વાસ્તવિકતાનું આકલન કરી જુઓ. ભાજપ સરકાર દરરોજ રાજ્યને ગુના મુક્ત બનાવવાનો ઢોલ વગાડી રહી છે, જ્યારે સત્ય એ છે કે માત્ર 22 દિવસોમાં 12 ગોળીબાર, 4 હત્યાઓ થઇ છે. મહિલાઓ પર અત્યાચાર સતત વધી રહ્યા છે. તેમને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું ગુના પર કોઈ નિયંત્રણ નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.