Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા સમય પહેલાં ઝડપેલા નકલી પ્લાઝમા (Ahmedabad Fake Plasma Case) રેકેટમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. કેસની તપાસ દરમિયાન પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ રેકેટ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેના તાર બેંગલોર સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ લેબના માલિક, એક ડ્રાઇવર અને મહારાષ્ટ્રના લેબ સંચાલક સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્રમાં લેબ ચલાવતા વધુ બે સંચાલકો અને એક ડ્રાઇવરને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
બેંગલોર સુધી પહોંચ્યું નકલી પ્લાઝમાનું નેટવર્ક
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આવેલી લેબમાંથી નકલી પ્લાઝમા (Ahmedabad Fake Plasma Case) તૈયાર કરીને બેંગલોરની કેટલીક બ્લડ બેન્ક અને ફાર્મા કંપનીઓ સુધી મોકલવામાં આવતું હતું. આ માહિતીના આધારે હવે તપાસનો વ્યાપ કર્ણાટક સુધી વિસ્તર્યો છે અને સંબંધિત સંસ્થાઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.
Ahmedabad Fake Plasma Case: 1700થી વધુ પ્લાઝમા યુનિટ વેચ્યાનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભેળસેળવાળું પ્લાઝમા આશરે ₹5,000 પ્રતિ યુનિટના ભાવે વેચતા હતા. અત્યાર સુધીમાં 1700થી વધુ પ્લાઝમા યુનિટ વેચવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ યુનિટ બ્લડ બેન્ક અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને સપ્લાય કરવામાં આવ્યા હતા.
ચાંગોદર લેબમાંથી 1140 યુનિટ જપ્ત
આ કેસમાં અગાઉ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી એક લેબ પર દરોડા દરમિયાન 1140 પ્લાઝમા યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક તપાસમાં આ તમામ યુનિટ ભેળસેળવાળા હોવાનું બહાર આવ્યું હતું.તપાસ મુજબ, અસલી પ્લાઝમા (Ahmedabad Fake Plasma Case) કાઢીને તેની જગ્યાએ સેલાઇન વોટર જેવી પ્રવાહી ભેળવીને ફરીથી પેક કરવામાં આવતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આવું પ્લાઝમા દર્દીને ચઢાવવામાં આવે તો તે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકે છે.
હજુ સુધી દર્દીને ચઢાવ્યાના પુરાવા નથી
તપાસમાં હાલ સુધી એવું સામે આવ્યું છે કે જપ્ત કરાયેલા પ્લાઝમાનો સીધો ઉપયોગ કોઈ દર્દીને કરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા નથી. જોકે, પોલીસે આ દિશામાં પણ તપાસ ચાલુ રાખી છે કે ભેળસેળવાળા પ્લાઝમાના કારણે કોઈ દર્દીને નુકસાન કે મૃત્યુ થયું છે કે નહીં.
જૂન મહિનામાં થયો હતો ભાંડો ફૂટ્યો
ઉલ્લેખનીય છે કે 23 જૂન, 2026ના રોજ અમદાવાદના ચાંગોદરમાં ચાલી રહેલી એક લેબમાં દરોડા દરમિયાન આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ નફો કમાવવાના હેતુથી અસલી પ્લાઝમા (Ahmedabad Fake Plasma Case)માં ભેળસેળ કરીને બજારમાં વેચતા હતા. ત્યારથી પોલીસે સતત તપાસ ચલાવીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં નકલી પ્લાઝમા કૌભાંડનો મોટો ખુલાસો, 1140 યુનિટ ભેળસેળવાળા; 2000થી વધુ યુનિટ વેચાયાની આશંકા
આ પણ વાંચો:ચાંગોદરમાં બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળ કરતું રેકેટ ઝડપાયું, 4 આરોપી ઝડપાયા
આ પણ વાંચો:પ્લાઝમા શું છે? કોને જરૂર પડે?કોણ આપી શકે? પ્લાઝમાને લઈને ઉદ્ભવતા સવાલના જવાબ જાણો
