Vadodra News : વડોદરામાં બીજુ કંઈ નહી પણ ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થતા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. વડોદરાના વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી થવા લાગ્યા હતા. જેને પગલે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શાંતિનિકેતન સોસાયટીમાં ચોરી કરતી આ ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ગટરનું ઢાંકણું ચોરીને ઉપાડીજતી ગેંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં આ ગેંગ રિક્ષા ઉભી રખાવીને ગટરનું ઢાંકણું અંદર મુકીને પલાયન થતી દ્રષ્ટિગોચર થતી હતી. જો પોલીસનું પેટ્રોલિંગ સઘન હોય તો ચોરી કરતી વખતે કદાચ આ ગેંગ ન ઝડપાય પરંતુ રોચ પર ચેકિંગ દરમિયાન રિક્ષામાં ગટરનું ઢાંકણું ચોરી જતી ગેંગ ચોક્કસ ઝડપાઈ જાય. આમ પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
પાલિકા તંત્રએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.બીજીતરફ પોલીસે પણ જાગ્યા ત્યાંથી સવારની જેમ હવે ઢાંકણા ચોર ગેંગને સીસીટીવીની મદદથી ઝડપવા થનગનાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર
