Gujarat News/ ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ

સૂત્રો મુજબ ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે…..

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાત સરકારે પાંચ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાના આદેશ આપતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.

પૂજા ખેડકરે કથિત રીતે સનદી સર્વિસમાં  જોડાવા માટે પોતાનું વિકલાંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ મહારાષ્ટ્રની અમલદારશાહી અને સરકારના કોરિડોરમાં ખળભળાટ મચી ગયો હતો.મહારાષ્ટ્રની IAS મહિલા અધિકારી પૂજા ખેડકરનો મામલો સામે આવ્યા પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. એઈમ્સ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ થઈ શકે છે.

સૂત્રો મુજબ ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ અધિકારીઓના પૈકી એક IAS અધિકારી રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ટોચ પર ફરજ બજાવે છે.  જો આ મેડિકલ તપાસમાં આ તમામ અધિકારીઓ અનફિટ જાહેર થાય તો નોકરી પણ જતી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના પ્રમાણે, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ, અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા

આ પણ વાંચો:ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ

આ પણ વાંચો:પાટણનાં સાંસદે કેન્દ્રીય પરિવહન મંત્રીને ટોલ બુથ દૂર કરવા રજૂઆત કરી