Not Set/ અમદાવાદ: પરપ્રાંતિય લોકોની હિજરત જારી, પરપ્રાંતિય લોકોને ડર કે ભય ન રાખવા અનુરોધ

અમદાવાદ, ગુજરાતમાંથી પરપ્રાંતિય લોકોની હિજરતના કારણે અકલ્પનિય નુકશાન થવાની ભીતી સાચી પડી રહી છે. ગુજરાત રાજ્યની ઈમેજ બગડી રહી છે. જેના કારણે ગુજરાત પોલીસ દ્વારા પરપ્રાંતતિય લોકોની હિજરત અટકાવવા અને પરપ્રાંતિય લોકોને વિશ્વાસ અપાવવા માટે મીટીંગના આયોજનો થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિટીંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

ગુજરાતમાંથી પરપ્રાંતિય લોકોની હિજરતના કારણે અકલ્પનિય નુકશાન થવાની ભીતી સાચી પડી રહી છે. ગુજરાત રાજ્યની ઈમેજ બગડી રહી છે.

જેના કારણે ગુજરાત પોલીસ દ્વારા પરપ્રાંતતિય લોકોની હિજરત અટકાવવા અને પરપ્રાંતિય લોકોને વિશ્વાસ અપાવવા માટે મીટીંગના આયોજનો થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિટીંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરપ્રાંતિય લોકોને હિજરત નહીં કરવા,તેમને પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ફાળવવા અને કોઈપણ પ્રકારના ડર કે ભય રાખ્યા વગર નોકરી કરવા માટે અનુરોધ કરાઈ રહ્યો છે. પરપ્રાંતિય લોકો ઉપરાંત ગુજરાતીઓને સાથે રાખી મિટીંગના પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.સેક્ટર ટુ ના જેસીપી અશોક યાદવ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.