નવી દિલ્હી,
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા સતત ભડકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહત અપાતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટાડો ફરીથી દેશની સામાન્ય જનતા માટે વિલન બની શકે છે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.
નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ઓઈલના ભાવમાં કરાયેલા ઘટાડાની જાહેરાત બાદ સતત ચોથા દિવસે પણ ઓઈલ કંપનીનો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાઈ રહેલો વધારો યથાવત રહ્યો છે.
Petrol and diesel prices in #Delhi are Rs 82.26 per litre (increase by Rs 0.23) and Rs 74.11 (increase by Rs 0.29) respectively. Petrol and diesel prices in #Mumbai are Rs 87.73 per litre (increase by Rs 0.23) and Rs 77.68 per litre (increase by Rs 0.31) respectively. pic.twitter.com/YLSGyeNVEp
— ANI (@ANI) October 9, 2018
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારા બાદ મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૨૩ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૨૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
જયારે ડીઝલના ભાવમાં પણ ૨૯ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૪.૧૧ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૨૩ પૈસાના વધારા સાથે ૮૭.૭૩ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૩૧ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૭.૬૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
જયારે ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, એક લીટર પેટ્રોલ ૭૯.૨૧ રૂપિયા તેમજ ડીઝલ ૭૭.૪૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
