Patan News: પાટણ (Patan)નાં સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક પૂર ઝડપે આવતી ખાનગી બસે (Bus) અચાનક પલટી મારતા બસમાં સવાર 14 મુસાફરોને ઈજા (Injured) પહોંચી હતી. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પાટણ (Patan) જીલ્લામાં સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા પાસે જોધપુરથી સુરત જતી ખાનગી બસને અકસ્માત (Bus Accident) નડ્યો હતો. ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પૂર ઝડપે આવતી ખાનગી બસે અચાનક મારી પલટી મારતા દુર્ઘટના ઘટી હતી. ખાનગી બસમાં સવાર 14 મુસાફરોને ઇજાઓ (Injured) પહોંચી હતી. જોધપુરથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ ચાલકે બેદરકારી દાખવતા બસ ડિવાઈડર પર ચડી પલટી મારી હતી.
ખાનગી બસનો ચાલક બેફામ બસ ચલાવી રહ્યો હતો તેમ મુસાફરે જણાવ્યું હતું. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહદારીઓએ ઈજાગ્રસ્તોને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત (Accident)ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કુલ 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું મોત
આ પણ વાંચો:ધંધુકામાં ઈકો અને સ્વિફ્ટ વચ્ચે અકસ્માતમાં 7 ઈજાગ્રસ્ત, 1નું મોત
આ પણ વાંચો:પટિયાલાના સમાના રોડ પર અકસ્માત, 6 શાળાના વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત
