Washington News: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ને જીવલેણ કેન્સર હોવાનું નિદાન થયું છે. અહેવાલો અનુસાર, બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer)ના આક્રમક સ્વરૂપનું નિદાન થયું છે. જો બિડેનના કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે. રવિવારે બિડેનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો બાઈડેન (Joe Biden)ના શરીરના હાડકાંમાં પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer) ફેલાઈ ગયું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર ડોકટરો સાથે સારવારના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.
જો બાઈડેનના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રોસ્ટેટ નોડ્યુલ મળી આવ્યા બાદ ગયા અઠવાડિયે ડોકટરો દ્વારા જો બાઈડેનને જોવામાં આવ્યા હતા. આ પછી, શુક્રવારે તેમને પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer) હોવાનું નિદાન થયું. તપાસમાં જાણવા મળ્યું છે કે કેન્સરના કોષો જો બાઈડેનના શરીરના હાડકાંમાં ફેલાઈ ગયા હતા. બિડેન (Joe Biden)ના કાર્યાલયે કહ્યું કે આ રોગનું વધુ આક્રમક સ્વરૂપ છે. જોકે, કેન્સર હોર્મોન-સંવેદનશીલ હોય તેવું લાગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
જો બાઈડેન (Joe Biden)ને કેન્સર હોવાના સમાચાર બહાર આવ્યા બાદ, ઘણા નેતાઓએ તેમને સંદેશા મોકલ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “જો બિડેનના કેન્સર (Prostate Cancer)ના સમાચારથી અમે દુઃખી છીએ અને અમે જોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” કમલા હેરિસે લખ્યું, “આ સમયે મારી પ્રાર્થનામાં જો અને તેના પરિવારને યાદ રાખું છું. જો એક યોદ્ધા છે અને મને ખબર છે કે તે આ પડકારનો સામનો શક્તિ અને આશા સાથે કરશે.”
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, જો બિડેનના બાળકોની સુરક્ષા હટાવી
આ પણ વાંચો:બિડેને વિદાય લેતા રશિયા પર લગાવ્યા નવા પ્રતિબંધ, કહ્યું- યુક્રેનને ફાયદો થશે
આ પણ વાંચો:હોદ્દો છોડતા પહેલા બિડેને પુત્ર હન્ટરને માફ કર્યો
