Bhavnagar News: ભાવનગર (Bhavnagar)માં મનપા દ્વારા શ્વાન (Dog)ને લઈ નવા નિયમો બનાવ્યા છે. શહેરીજનોને પાલતું શ્વાનનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પશુપાલન વિભાગે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, મંજૂરી બાદ અમલ કરવામાં આવશે.
અમદાવાદ શહેર અને નોઈડામાં શ્વાનનાં હુમલાની ઘટનાનાં પડઘા ભાવનગરમાં પડ્યા છે. ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરીનોએ હવે પાલતું શ્વાન રાખવા પર કોર્પોરેશનમાં ફરજીયાત નોંધણી કરાવવી પડશે. વેટરનરી વિભાગે આ બાબતે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. છરાવની મંજૂરી બાદ અમલીકરણ કરવામાં આવશે. શ્વાનને જાહેર સ્થળોએ લઈ જતાં પૂર્વે મોં પર માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જાહેર અને ફરવાલાયક સ્થળોએ શૌચક્રિયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. શ્વાન પશુ-પક્ષી કે અન્યને ઈજા કરે તો માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક પેટ ડૉગ (Pet Dog) ધારકને પાલતું શ્વાન માટે લાયસન્સ ફરજીયાત લેવું પડશે.
અમદાવાદ (Ahmedabad)માં હાથીજણમાં શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધા બાદ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી અને નિયમો અંગે અમલવારીને લઈ બેઠક થઈ હતી, બાદમાં અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીએ પાલતુ શ્વાનને લઈ જરૂરી નિયમો બનાવ્યા છે. માહિતી અનુસાર પાલતુ શ્વાનની 31 મે પહેલા ફરજીયાત નોંધણી કરાવવી. જો નિર્ધારિત તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો સખ્ત કાર્યવાહી કરાશે. ઘરોના ગટર અને પાણીનાં કનેક્શન કાપી નાખવામાં આવશે.
રજીસ્ટ્રેશન નહીં કરાયેલા શ્વાનને આશ્રય ગૃહમાં રાખવામાં આવશે. કમિટીના આ નિર્ણયથી પેટ ડોગ (Pet dog) માલિકો રજીસ્ટ્રેશન અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર બનશે. જો પેટ ડોગ માલિકો નિયમનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. AMC આ નિયમનું ઉલ્લંઘન કરનારા પાલતુ કૂતરા માલિકો સામે કડક કાર્યવાહી કરશે. આ નિયમનો મુખ્ય હેતુ શહેરમાં પાલતુ કૂતરાઓની ગણતરી રાખવાનો, તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા કૂતરાઓની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરવાનો છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દંડથી બચવા માટે સમયસર તેમના પાલતુ કૂતરાઓની નોંધણી કરાવે.
આ પણ વાંચો:અમદાવાદમાં પાલતુ શ્વાનને લઈ નવા નિયમો, પાલન નહીં કરો તો ગટર-પાણીનાં કનેક્શન કપાશે
આ પણ વાંચો:ઘરમાં રાખેલ નોટોનું બંડલ ચાવી ગયો શ્વાન, માલિકે જે કર્યુ…ચકિત થઈ જશો
આ પણ વાંચો:શ્વાનના આતંકથી સુરતમાં એકની એક દિકરી પિતાવિહોણી બની. તંત્ર સામે લોકોનો રોષ
