કચ્છ,
કચ્છના અંજારમાં આવેલા સતાપર પાસે પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસમાં મધરાત્રે અગમ્ય કારણોસર એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો.
આગથી સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે ખાલી બસ હોવાથી કોઈ જાનહાની નોંધાઈ ન હતી. પરંતુ આગ બુજાવવા અંજાર નગરપાલિકાના ફાયર ફાઈટરોને વારંવાર જાણ કરવા છતાં તેઓ આવ્યા ન હતા.

આથી સંપૂર્ણ બસને નુકશાન થતા આશરે 15 લાખનું નુકશાન થયું હોવાની વિગતો મળી હતી. હાલ ઓવરહેડ વીજવાયરના શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની અટકળો વ્યક્ત કરાઈ રહી છે. તેમજ એફએસએલ તજજ્ઞો દ્વારા તપાસ કરાઈ રહી છે.
