અરવલ્લી,
અરવલ્લીના શામળાજી પોલીસ મથકમાંથી દારૂ ચોરાઈ જવાના કેસમાં જિલ્લા પોલીસ ગંભીર બની છે. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
તેમણે કહ્યું કે, આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા મામલે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો અન્ય કોઈ પોલીસકર્મી આ ગુનામાં સામેલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે.
મહત્વનું છે કે આ કેસમાં 7. 75 લાખનો દારૂ ચોરી જનાર આરોપી હજુ ફરાર છે. જો શામળાજી પોલીસને આ મુદ્દે રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ સતર્ક કરી છે.
