Sankheda/ કપાસ ભરેલા વાહનોની રસ્તાઓ પર લાંબી લાઈનો, રાહદારીઓની વધી મુશ્કેલી

નસવાડી નજીક આવેલ સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં કપાસ ખરીદવાની જીનીંગ આવેલી જીનીંગમાં સી.સી.આઇ. દ્વારા કપાસ ખરીદી કરવામાં આવે છે.

Gujarat Others

@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર

નસવાડી નજીક આવેલ સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં કપાસ ખરીદવાની જીનીંગ આવેલી જીનીંગમાં સી.સી.આઇ. દ્વારા કપાસ ખરીદી કરવામાં આવે છે.પરંતુ એ.પી.એમ.સી.નહિ પરંતુ રસ્તાઓ પર સાધનોની લાઈનો લગાવીને કપાસ ખરીદવામાં આવે.જેના કારણે ટ્રાફિક થઈ જાય છે અને  વોરા ગામથી નસવાડી ને જોડતો રસ્તો મુખ્ય રસ્તો છે.ટ્રાફિકના કારણે આજુબાજુના 30 થી 35 ગામના લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે.

સંખેડા તાલુકાના  કલેડીયા ગામમાં જીનીંગોમાં સી.સી.આઇ. દ્વારા જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવથી  ખેડૂતોના કપાસની ખરીદી કરવામાં આવે છે. તેમાં  આજરોજ કલેડીયા ગામ ખાતે સી.સી.આઇ ની ખરીદી સી.સી.આઇ. ના અધિકારીઓ દ્વારા કરતાં તેમની અંનગત આવડતને કારણે કલેડીયા ગામમાંથી પસાર થતો રસ્તો વારંવાર ટ્રાફિકની સમસ્યાને કારણે બ્લોક થતો હોય છે ને સાધનો થી બે થી ત્રણ કલાક સુધી  ગામમાં થી આવવા, જવા માટેની  અવરજવર સદંતર બંધ થઈ જાય છે.  હવે આ ગામની પ્રજા ને  ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે માથાનો દુખાવો આ ટ્રાફિકની સમસ્યા બની ગઈ છે.હાલ જે કલેડીયા ગામ ખાતે ખરીદી કપાસની કરવામાં આવે છે તે રસ્તો લિંડામોડલ સ્કૂલ ને જોડતો છે.

આ રસ્તા પરથી હાંડોડ સી.સી.આઇ નું સેન્ટર પણ આજ રસ્તા પરથી ખેડૂતોને પસાર થવું પડે છે ને આમ જ જીવન જરૂરિયાત વસ્તુ ની  અથવા તો કોઈક ઈમરજન્સી માં 108 એમ્બ્યુલન્સને જવું હોય તો અહીંયા કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી.  ખેડૂતો ના સાધનોની આવકો વધતા  ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે . આમ જોવા જઈએ તો કલેડીયા એ.પી.એમ.સી દ્વારા એક વિશાળ ગ્રાઉન્ડની વ્યવસ્થા અહીં છે જો સી.સી.આઇ.દ્વારા કલેડીયા એ.પી.એમ.સી.ના ગ્રાઉન્ડમાં ખરીદી કરવામાં આવે ને ખેડૂતોના  સાધનો ને એ.પી.એમ.સી ના સત્તાધીશો દ્વારા અહીં સાધનો ઊભા રાખીને ટોકન સિસ્ટમ થી સી.સી.આઇ દ્વારા કપાસ વેચવા માટે  ખેડૂતો ના સાધનોને ટોકન નંબર આપે તો કલેડીયા ગામની પ્રજા તથા અહીંના  આજુબાજુ  પરના 30 થી 35  ગામડાને ટ્રાફિકની સમસ્યા નો વારંવાર  જે  પ્રશ્ન ઊભો થાય એનો કાયમી નિરાકરણ આવી જાય તેવું છે.ત્યારે આજુબાજુના ગામોના લોકો તેમજ રાહદારીઓની માંગ છે કે એ.પી.એમ.સી.માં કપાસ ખરીદવામાં આવે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…