જુનાગઢ/ PM મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

શ્રીમતિ વિ.એમ ચાંડેરા શૈક્ષણિક સંકુલમાં મેગા મેડિકલ કેમ્પ જય અંબે હોસ્પિટલ ચાપરડાના સંત શિરોમણી મુક્તાનંદ બાપુની હોસ્પિટલમાંથી જુદા જુદા વિભાગના ૯ ડોક્ટરોએ ફ્રી નિદાન અને ફ્રી દવાઓ પૂરી પાડી હતી.

Gujarat Others

આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતિ વિ.એમ ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ માં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા. 17 9 2021 ના રોજ ૭૧ માં જન્મદિવસ આવી રહ્યો છે તેની ઉજવણી ના ભાગરૂપે શ્રીમતિ વિ.એમ ચાંડેરા શૈક્ષણિક સંકુલમાં મેગા મેડિકલ કેમ્પ જય અંબે હોસ્પિટલ ચાપરડાના સંત શિરોમણી મુક્તાનંદ બાપુની હોસ્પિટલમાંથી જુદા જુદા વિભાગના ૯ ડોક્ટરોએ ફ્રી નિદાન અને ફ્રી દવાઓ પૂરી પાડી હતી.  જેમાં ૩૩૫ દર્દીઓએ તેમનો લાભ લીધો હતો. ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંક કેશોદ અને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

જેમાં સંસ્થાનાનો ટાર્ગેટ 70 બોટલનો હતો તેમની જગ્યાએ યુવાઓએ ઉત્સાહભેર 75 બોટલ જેવું રક્તદાન કર્યું હતું. જેમની cc ૨૫૫પ૦ થી વધુ થાય છે આ કાર્યક્રમમાં લોએજ સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રકાશદાસજી સ્વામી માંગરોળ મામલતદાર રાયચુરા, સંસ્થાના સ્થાપક સંચાલક ડોક્ટર વેજાભાઇ ચાંડેરા જનરલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ચોચા સીલ જીલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ અને શીલ તાલુકા પંચાયત ના સભ્ય રામજીભાઈ ચુડાસમા અશોકભાઈ ચર્ચા મસરીભાઇ ભાઈ કાનાભાઈ પિઠીયા મછલી બામરોટિયા ભરતભાઇ રામ અજયભાઈ નંદાણીયા આહિર આગેવાન જેઠાભાઇ નંદાણીયા હાજર રહ્યા હતા મેડીકલ કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સર્વ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણી / TMC એ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો CM મમતા બેનર્જી ક્યાંથી ચૂંટણી લડશે

પેરાલિમ્પિક / ટોક્યોમાં રંગારંગ કાર્યક્રમ સાથે પેરાલિમ્પિકનું ભવ્ય સમાપન,ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

કેમ્પને સફળ બનાવવામાં સંસ્થાના સ્થાપક સંચાલક ડોક્ટર વેજાભાઇ એમ ચાંડેરાના માર્ગદર્શનનીચે સમગ્ર સંસ્થાના સ્ટાફ મિત્રો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ સંસ્થા છેલ્લા ૧૭ વર્ષની રક્તદાન કેમ્પ તેમજ મેડીકલ કેમ્પ નિયમિત રીતે કરતી આવે છે. અને ભવિષ્યમાં પણ આવા સમાજસેવાના કાર્યો સંસ્થા કરતી રહેશે તેવું સંસ્થાના સંચાલક ડોક્ટર વેજાભાઇ ચાડેરા એ જણાવ્યું હતું તેમજ પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે દરેક રક્તદાતાઓને એક એક વૃક્ષ આપવામાં આવેલ હતું. જેમાં પીપળો, વડલો, બીલીપત્ર અને તુલસીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેગા મેડિકલ કેમ્પમાં જય અંબે હોસ્પિટલ ચાપરડા દ્વારા સંસ્થાના સંચાલક વેજાભાઇ ચાડેરા તથા ગોવિંદભાઈ ચોચા અને અન્ય સેવારથીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થા ના સંસ્થાપક શ્રી ડોક્ટર વેજાભાઇ ચાડેરા એ આભાર વ્યક્ત કર્યો હતો.

શાળા શરુ કરવાનો નિર્ણય યોગ્ય ?  / શાળાએ જતા 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીગણમાં ચિંતા

ટીમ ઇન્ડિયા માં ફરી કોરોના સંક્રમણ / ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા