Not Set/ શાળાએ જતા 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીગણમાં ચિંતા

સુરતના ઉધના ખાતે આવેલી શાળામાં ધોરણ ૯મ અભ્યાસ કરતા બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અને શાળાને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે.  શાળા વિધાર્થીઓ સંક્રમિત મળી આવતા સંચાલકો અને વાલીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Top Stories Surat
બાળકો કોરોના સંક્રમિત

રાજ્યમાં હાલ કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં નહીવત કેસ નોધાઇ રહ્યા છે. ત્યારે સુરતથી એક ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. અહીં શાળામાં અભ્યાસ કરતા બે બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા ક્રમશ: ધોરણ ૬ થી ૧૨ ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના ઉધના ખાતે આવેલી શાળામાં ધોરણ ૯મ અભ્યાસ કરતા બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અને શાળાને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે.  શાળા વિધાર્થીઓ સંક્રમિત મળી આવતા સંચાલકો અને વાલીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ધોરણ નવમા અભ્યાસ કરતા બે વિધાર્થીઓનો કોરોના પોઝીટીવ આવતા બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાયા છે. અને પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવીછે.

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વિધાથીઓ પોઝીટીવ આવતાં વાલીગણની ચિંતામાં વધારો થયો છે.  જયારે નિષ્ણાતોના મતે ત્રીજી લહેરમાં બાળકોના મોટા પાયે સંક્રમિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ

Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ