New Delhi News : ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Election)માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પશ્ચિમ બંગાળમાંથી કોયલ મલિક અને ઉત્તરાખંડમાંથી દિનેશ આર્યને ઉમેદવાર (BJP Candidate)બનાવ્યા છે. બંને રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
16 ઓક્ટોબરે Rajya Sabha Election
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાજ્યસભાની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આ સાથે પશ્ચિમ બંગાળમાં ખાલી પડેલી એક રાજ્યસભા બેઠક માટે પેટાચૂંટણી (Rajya Sabha Bypoll)પણ યોજાશે. ચૂંટણી માટે 16 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે.
પશ્ચિમ બંગાળની બેઠક કેમ ખાલી પડી?
પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા (West Bengal Rajya Sabha)ની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક 16 જુલાઈ, 2026ના રોજ રુક્મિણી મલ્લિક, જેમને કોયલ મલ્લિક (Koyal Malik) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ મૂળ 2 એપ્રિલ, 2032 સુધીનો હતો.
કોયલ મલિક (Koyal Malik)જુલાઈ 2026માં રાજ્યસભામાંથી રાજીનામું આપનારા ચોથા સાંસદ બન્યા હતા. તેમના પહેલાં સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બારિકે પણ ઉપલા ગૃહમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ ત્રણેય ભાજપમાં જોડાયા હતા.
ઉત્તરાખંડમાં BJPની સ્થિતિ મજબૂત
ઉત્તરાખંડમાં ભાજપ પાસે વિધાનસભામાં મજબૂત બહુમતી હોવાથી રાજ્યસભાની બેઠક જાળવી રાખવા માટે પક્ષ મજબૂત સ્થિતિમાં છે. ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાનો છે.
પશ્ચિમ બંગાળમાં પણ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ પોતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો (BJP Candidate)ની જીતની શક્યતા પક્ષની વિધાનસભાકીય તાકાતને કારણે મજબૂત માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: UPની 10 અને ઉત્તરાખંડની 1 સીટ પર 16 ઓક્ટોબરે મતદાન
આ પણ વાંચો: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં BJP સમર્થિત પરિમલ નાથવાણી વિજેતા
આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતા કહ્યું-હાઈકોર્ટ જાવ
