Varachha Businessman Theft Keyur Kheni: સુરત શહેરના વરાછા વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના નિવાસસ્થાને ચોરીની એક ઘટના સામે આવી છે. જોકે, તસ્કરની આ ચાલાકી લાંબો સમય ટકી શકી નહીં. ઘરમાં લાગેલા CCTV કેમેરા અને ચોરી થયેલા મોબાઈલ ફોનના લોકેશનની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે.
Varachha વિસ્તારમાં થયેલ ચોરી CCTVમાં કેદ
વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કર જ્યારે ઘરમાં ઘૂસ્યો અને ચોરી કરી રહ્યો હતો, ત્યારે તેની તમામ હિલચાલ ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તસ્કર કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો અને કિંમતી સામાન પર હાથ સાફ કર્યો.

મોબાઈલ ફોન બન્યો વિલન: પોલીસે આ રીતે ઝડપ્યો
તસ્કરે ઉદ્યોગપતિના ઘરેથી રોકડ, કિંમતી સામાન અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ચોરી બાદ તસ્કર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેણે કરેલી એક ભૂલ તેને ભારે પડી. પોલીસે ચોરી થયેલા મોબાઈલ ફોનને તાત્કાલિક ટ્રેકિંગ પર મૂક્યો હતો. મોબાઈલ ફોનના લોકેશનના આધારે પોલીસે ચોરનો પીછો કર્યો અને તેને ટ્રેસ કરીને ઝડપી પાડ્યો હતો.

1.41 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 1.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીની વિધિવત ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ શખ્સ અન્ય કોઈ ચોરીની ઘટનાઓમાં સામેલ છે કે કેમ.
આ પણ વાંચો:મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન
આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ
