લોકસભાની ચુંટણીમાં દરેક પક્ષ પોતાને સારા બતાવવા ઘણા એવા નિવેદન કરે છે જે મર્યાદા વિરુદ્ધ કહી શકાય. ખાસ કરીને યુપીનાં સીએમ યોગી આદિત્યનાથની વાત કરવામાં આવે તો તેમને 72 કલાકનાં બૈન બાદ એકવાર ફરી ચુંટણીપંચે યોગી આદિત્યનાથને નોટીસ ફટકારી છે. ECનાં બૈન બાદ યોગી આદિત્યનાથે જવાબમાં કહ્યુ કે, ચુંટણી મંચ વિરોધીયો પર નિશાનો કરવા માટે જ હોય છ, ભજન ગાવા માટે નહી.

એએનઆઇને આપેલા ઇંટરવ્યૂમાં જ્યારે ચુંટણીપંચનાં નોટીસ પર યુપીનાં સીએમ યોગી આદિત્યનાથને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે, ભજન કરવા માટે મંચ પર જવામાં આવે છે? ઉખાડી દેવા માટે અને પોતાના વિરોધીઓને ઘેરવા માટે મંચ પર જવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યુ કે, અમારુ કામ વિરોધીઓની કમજોરીઓને જનતા સામે લાવવાનું છે. જો સપા અને કોંગ્રેસ અમને ચુંટણી ટાંણે ગાળો આપે, તો અમે ખોટુ નથી લગાડવાનાં.
ઉલ્લખનીય છે કે, સંભલમાં એક જનસભા દરમિયાન યૌગી આદિત્યનાથે સપા-બસપાનાં ઉમેદવારોને બાબરની ઔલાદ બતાવ્યા હતા. જેના પર ચુંટણીપંચે તેને નોટીસ આપી અને 24 કલાકોમાં જવાબ આપવા કહ્યુ હતુ.
