Not Set/ મુંબઈથી અમદાવાદ આવતા પરિવારને વડોદરા પાસે નડ્યો અકસ્માત: ચારના મોત

વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલ ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈથી અમદાવાદ આવી રહેલા એક વણિક પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. આ અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં […]

Top Stories Ahmedabad Gujarat Vadodara Trending
accident between car and truck near vadodara: four person death

વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલ ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈથી અમદાવાદ આવી રહેલા એક વણિક પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. આ અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા વણિક રાજેન્દ્રભાઈ પન્નાલાલ શાહ તેમના પરિવારમાં કારમાં અમદાવાદ જવા નીકળ્યો હતો. આ દરમિયાન આજે વહેલી સવારે વડોદરા શહેર નજીક આવેલા નેશનલ હાઇવે પર ગોલ્‍ડન ચોકડી પાસે બંધ ઉભેલી ટ્રકની પાછળ તેમની કાર ઘુસી ગઇ હતી. આ ઘટનામાં વણિક રાજેન્દ્રભાઈ અને તેમના પત્ની સહિત એક જ પરિવારના ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ત્રણ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં ઘવાયેલી બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માત અંગે સૂત્રોના જણાવ્યા મુજબ રોડ ઉપર સાઈડમાં ટ્રકને પાર્ક કરીને ટ્રકનો ડ્રાઇવર કુદરતી હાજતે ગયો હતો. આ સમય દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલી રાજેન્દ્રભાઈની કાર આ ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઇ હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં અકસ્માત થયા બાદ ઘટના સ્થળેથી કેટલાક મોબાઇલ પણ ગુમ થયા હોવાનું બહાર આવ્યુ છે.

 

અકસ્માતના મૃતકોના નામ

રાજેન્દ્રભાઇ પન્નાલાલ શાહ (ઉ.વ.53) મીરા રોડ, મુંબઈ

જસમીનાબેન રાજેન્દ્રભાઇ શાહ (ઉ.વ.46), મીરા રોડ મુંબઈ

રેખા કિરીટ શાહ (ઉ.વ.72) વર્ષ,  રહે કાંદિવલી, મુંબઈ

હિતાબેન મિહિરભાઇ ભાખરીયા (ઉ.વ.38) કાદિવલી વેસ્ટ, મુંબઈ

 

ઇજાગ્રસ્તોના નામ

પર્લ મિહિરભાઇ ભાખરીયા

નીલ ટ્રકનો ડ્રાઇવર