New Delhi/ કેજરીવાલને CM પદ પરથી હટાવવાનો HCનો ઇનકાર, જાણો શું આપી સલાહ

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે.

Top Stories India

Arvind Kejriwal: દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. કોર્ટે પદ છોડવાનો નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, કેટલીકવાર રાષ્ટ્રીય હિતને વ્યક્તિગત હિતથી ઉપર રાખવું પડે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવવા પર અડગ છે.

એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની પીઆઈએલને ફગાવી દીધી હતી. ગુપ્તાએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડનો હવાલો આપીને કેજરીવાલને પદ પરથી હટાવવાની માગ કરી હતી. કોર્ટે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેમણે ચાલુ રાખવું કે નહીં. કેજરીવાલ પર ચુકાદો છોડતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે, ‘ક્યારેક વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.’

કોર્ટે કહ્યું કે તે આ મુદ્દા પર નિર્ણય લઈ શકે નહીં, તે દિલ્હીના એલજી અથવા ભારતના રાષ્ટ્રપતિએ કરવું પડશે. કોર્ટે કહ્યું, ‘અમે કેવી રીતે જાહેર કરી શકીએ કે સરકાર ચાલી રહી નથી? LG આ નિર્ણય લેવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમને અમારા માર્ગદર્શનની જરૂર નથી. અમે તેમને સલાહ આપી શકતા નથી. તેઓ કાયદા મુજબ જે કરવું હશે તે કરશે. કોર્ટે એમ પણ કહ્યું કે અરજીનો ઉકેલ એલજી અથવા રાષ્ટ્રપતિ પાસે છે. કોર્ટે કહ્યું કે અરજદારો તેમની પાસે પ્રાર્થના કરી શકે છે. આ પછી ગુપ્તાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….

આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

આ પણ વાંચો:મહિલા જજ પણ સુરક્ષિત નથી! ઓફિસર પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, હવે જાનથી મારી નાખવાની મળી ધમકી