Uttarkhand News/ દેહરાદૂનમાં દર્દનાક અકસ્માત, ટ્રક ચાલકે બે બાઈક સવારને ટક્કર મારી,CCTVમાં કેદ ઘટના

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક ટ્રક ચાલકે બાઇક સવાર બે યુવકોને કચડી નાખ્યા હતા.

India Top Stories Breaking News

Uttarkhand News: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક ટ્રક ચાલકે બાઇક સવાર બે યુવકોને કચડી નાખ્યા હતા. ટ્રકે ટક્કર મારતાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર અન્ય યુવકની હાલત ગંભીર છે. આ ઘટના રાજધાની દેહરાદૂનના રાયપુર ચોક પાસેની છે.

આ સમગ્ર ઘટના એક જગ્યાએ લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ પછી હવે તે વાયરલ થઈ રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. દહેરાદૂનમાં રાયુપર ચોકમાં બાઇક સવાર યુવકને ચારરસ્તા પર ટ્રકે ટક્કર મારી. ઘટનાના સામે આવેલ CCTV ફૂટેજમાં દેખાય છે કે એક ટ્રક અને બાઈક વચ્ચે કેવી રીતે ટક્કર થઈ.

Big Breaking:-रायपुर चौक (शिव मंदिर) के सामने दर्दनाक हादसा देखिए सीसीटीवी  - Uttarakhand Eye

ટ્રક આગળ વધી રહી હતી ત્યારે બાજુમાંથી આવતી સ્કૂટી પર સવાર બે યુવાનો ટ્રક આગળથી પસાર થતા તેના પૈડા નીચે આવી ગયા. આ ઘટનામાં સ્કૂટર પર સવાર એક યુવાનનું ટ્રક નીચે આવી જતાં ઘટનાસ્થળ પર જ મોત થયું જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે આ ઘટનાના સામે આવેલ CCTV ફૂટેજ પરથી  અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેહરાદૂન જતી બસમાં સગીર બાળકી પર ગેંગ રેપ, માનસિક સ્થિતિખરાબ, 6ની ધરપકડ

 આ પણ વાંચો: ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનું નિધન, દેહરાદૂનની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો: હિંસા બાદ હલચલ તેજ, ​​CM ધામીએ દેહરાદૂનમાં બોલાવી બેઠક