Gujarat News/ ડાકોરમાં નવરાત્રીની મધરાત્રે લોહિયાળ અથડામણ, મહિલા સહિત 9 ઈજાગ્રસ્ત

ડાકોર (Dakor)માં નવરાત્રીની મધરાત્રે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ છે. તીક્ષ્ણ હથિયારોના હુમલામાં મહિલા સહિત 9 લોકો ઇજાગ્રસ્ત; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

Top Stories Gujarat Others
Dakor માં નવરાત્રી દરમીયાન અથડામણ

Gujrat News:યાત્રાધામ ડાકોર (Dakor)માં નવરાત્રી પર્વ દરમિયાન મધરાત્રિના સમયે અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું. સત્યમ સોસાયટી નજીક આવેલી નવી નગરીમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ શરૂ થયું હતું.મામલો વધુ ગંભીર બનતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાટમાં તીક્ષ્ણ હથિયારો (Sharp weapons) વડે હુમલા કર્યા હતા. મધરાત્રે થયેલી આ હિંસક મારામારીમાં એક મહિલા સહિત કુલ 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસ અને વહીવટી તંત્રની ત્વરિત દોડધામ

ઘટના (Incident)ની ગંભીરતાને જોઈને ડાકોર પોલીસ મથકના અધિકારીઓ, ડીવાયએસપી અને ઠાસરાના મામલતદાર સહિતનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.


આ પણ વાંચો:ડાકોરમાં શ્રીકૃષ્ણે ધારણ કર્યું રાધાજીનું સ્વરૂપ

આ પણ વાંચો:રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી

આ પણ વાંચો:ડાકોરમાં જુગાર રમતા 13 શકુની ઝડપાયા