Kheda News : રણછોડરાય ભગવાનના ધામ ડાકોરમાં જુગાર રમતા 13 શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC ની ટીમને માહિતી મલી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા હતા. તેમની પાસેતી પોલીસે રૂ.40,030 રોકડા અને ચાર વાહનો તથા 10 મોબાઈલ મળીને કુલ રૂ. 1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને બાદમાં ડાકોર પોલીસને સોંપવામાં આવ્યા હતા. વધુ તપાસ ડાકોર પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો:મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ગજબની ટ્રીકથી ઝડપ્યો
આ પણ વાંચો:આણંદ:પૂજારી મંદિરમાં ચોરી કરી ફરાર ગોપીનાથ
આ પણ વાંચો:ધણેજ ગામે પીઠડઆઈ માતાનાં મંદિરમાં ચોરી, તસ્કરોના કારસ્તાન CCTVમાં થયા કેદ, ચાંદીના 20
