Chanakya Niti Sutra: આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા ઇચ્છો છો તો, એમણે કહેલા કથનોને અનુસરીને સફળ વ્યક્તિ બની શકો છે.
આચાર્ય ચાણક્ય એમની અચૂક નીતિઓ (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં ઉતારીને સફળતા મેળવી રહ્યાં છે. તેઓ એક મહાન શિક્ષણવિદ્ હોવાની સાથે-સાથે ધુરંધર અર્થશાસ્ત્રી પણ હતા.
કૌટિલ્ય ચાણક્ય (Chanakya) અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.
વિષ્ણુગુપ્તનું ‘ચાણક્ય’ કે ‘કૌટિલ્ય’ નામ કેમ પડ્યું?
‘ચાણક્ય’ (Chanakya) નામાભિધાન એમના પિતા ચણકના નામ ઉપરથી થયેલું છે. ચાણક્યનો જન્મ મગધ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં થયો હતો. એ સમયે મગધ (Magadh) ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું હતુ, જેમાં નંદ વંશ (Nand Vansh)નું શાસન હતું અને તેનો રાજા ધનનંદ એક અત્યંત અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો ક્રૂર સ્વાર્થી રાજા હતો.
કુટલના ગોત્રમાં જન્મ લેવાથી તે કૌટિલ્ય કહેવાતા હોવાનો મત છે. તેમની રાજનીતિ કુટિલ હતી તેથી તે કૌટિલ્ય કહેવાયા એ મત ઘણા વિદ્વાનોના મતે યથાર્થ નથી કારણ કે, વિષ્ણુગુપ્ત ચાણક્યે જે રાજનીતિ શીખવી એ નૈતિકતાવિહીન કે કુટિલ નથી. પ્રાચીન ભારતીય સંદર્ભોમાં તો તેઓ વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય નામોથી પરિચિત છે.
જીવનમાં સફળતા મેળવવા માટે ફક્ત મહેનત જ કામ નથી આવતી પરંતુ, યોગ્ય દિશામાં લીધેલા યોગ્ય નિર્ણયો કામ આવે છે. એવા સંજોગોમાં, ઘણા લોકો જીવનમાં સફળ તો થવા ઇચ્છે છે પરંતુ, એ દિશામાં સાચા નિર્ણયો લઇ શકતા નથી.
આવી પરિસ્થિતિમાં, આચાર્ય ચાણક્યે ઘણા વર્ષો અગાઉ આ અંગે કેટલીક નીતિઓ દર્શાવી હતી જે આજના સમયમાં પણ એટલી જ અસરદાર છે. ચાણક્યના મતે જીવનમાં મોટા માણસ બનવું છે તો, તમારે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઇએ. આજે અમે એમની એવી 5 નીતિઓ અંગે બતાવીશું, જેને અનુસરીને તમે નિશ્ચિતપણે સફળ વ્યક્તિ (Successful Person) બની શકો છો.
Chanakya Niti Sutra-જીવનમાં સફળતા માટે 5 વસ્તુઓ ધ્યાનમાં રાખો
આજે અમે એમની એવી 5 નીતિઓ અંગે બતાવીશું, જેને અનુસરીને તમે નિશ્ચિતપણે સફળ વ્યક્તિ (Successful Person) બની શકો છો.

1. ગુસ્સા પર કાબૂ કરવો
આચાર્ય ચાણક્ય કહે છે કે, ગુસ્સો (Anger) મનુષ્યની સૌથી મોટી કમજોરી હોય છે. ગુસ્સામાં મનુષ્ય સાચા-ખોટાનો ભેદ ભૂલી જાય છે અને ઘણી વાર એવા નિર્ણયો લઇ બેસે છે, જેનો એને જીવનભર પસ્તાવો કરવો પડે છે. એમનું કહેવું છે કે, જો જીવનમાં સફળ થવું હોય તો ગુસ્સા પર કાબૂ મેળવવો જરુરી બની જાય છે.
2. પ્રમાદ ન કરવો
આળસના કારણે મનુષ્ય સફળતા મેળવી શકતો નથી. આળસુ મનુષ્યને મહેનત કરવાનું મન થતુ નથી. આચાર્ય ચાણક્યના મતે, આળસ અને પ્રમાદ (Laziness) માણસને ગરીબી, અસફળતા અને અપમાન તરફ ધકેલી દે છે. એવામાં મનુષ્યે મહેનત કરવાથી પાછા પડવું જોઇએ નહિં.

3. ખરાબ લોકોની સંગત ન કરવી
પેલી કહેવત છે ને કે જેવો સંગ એવો રંગ! ખરાબ વ્યક્તિઓની સંગત (Bad Person’s Company) મનુષ્યના ચારિત્ર્ય અને વિચારોને બગાડી નાખે છે અને એનું જીવન બરબાદ થઇ જાય છે. આચાર્ય ચાણક્યના મતે, સફળતા ઇચ્છતી વ્યક્તિઓએ હંમેશાં સારા અને સકારાત્મક લોકોની સંગત કરવી જોઇએ.
4. સમયને અધિક મહત્વ આપવું
આચાર્ય ચાણક્યના મતે, સમય (Time) અતિ બળવાન હોય છે. એમનું કહેવુ છે કે, એક વાર સમય ચાલ્યો જાય પછી પાછો આવતો નથી. આવા સંજોગોમાં, વ્યક્તિ જો સમયનો સદુપયોગ કરે તો તે જીવનમાં ચોક્કસ આગળ વધે છે અને સફળ થાય છે.

5. લક્ષ્યને કદી ભૂલવું નહિં
આચાર્ય ચાણક્ય કહે છે કે, દરરોજ સવારે ઉઠીને સૌપ્રથમ પોતાના લક્ષ્ય (Goal)ને યાદ કરવું. એવું કરવાથી, દિવસભરની ઊર્જા એક સાચી દિશા તરફ વળે છે. જ્યારે આપણને ખબર હોય કે આપણે શું પ્રાપ્ત કરવું છે ત્યારે આપણુ મન ભટકતું નથી અને આપણે વધુ એકાગ્ર થઇને કાર્ય કરીએ છીએ.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર…ચાણક્યના મતે આ 5 વાતોને કોઈ સાથે શૅર ન કરવી…થશે નુકસાન!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
