Business News: હાલ કેન્દ્રીય કર્મચારીઓ અંગેની બાબતો માટે યોજાયેલી મીટિંગમાં 8મા વેતન આયોગ (8th Pay Commission) સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી.
8 મા વેતન આયોગ (8th Pay Commission)માં મળશે 5 પ્રમોશન
કેન્દ્રીય કર્મચારીઓ (Central Gov Employees) આઠમા વેતન આયોગની ભલામણોની રાહ જોઇ રહ્યા છે અને આમ તો વેતન આયોગની ભલામણોને લાગુ થવામાં 18 મહિના અથવા તો એનાથીયે વધુ સમય લાગી શકે છે પરંતુ, આ પહેલા કર્મચારીઓની ડિમાન્ડ હજુ ઊભી જ છે. આ મુદ્દે હવે નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ) અને NC-JCM ની મીટિંગ થઇ છે. આ મીટિંગમાં 8મા વેતન આયોગ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી. બેઠકમાં રક્ષા, રેલવે, પોસ્ટ, આયકર, એકાઉન્ટિંગ એન્ડ ઓડિટીંગ સહિતના વિભિન્ન વિભાગોના કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.

શું છે ડિમાન્ડ?
આ બેઠકમાં કેન્દ્ર સરકારના સેલરી સ્ટ્રક્ચર, પ્રમોશન પોલિસી, એન્યુઅલ સેલરી ઇન્ક્રીમેન્ટ અને પેન્શન સુધારણા (Salary Structure, Promotion Policy, Annual Salary Increment and Pension Revision) જેવા વિષયો અંગે ચર્ચાઓ થઇ હતી. બેઠકમાં ફિટમેન્ટ ફેક્ટરને લઇને પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
કર્મચારી સંગઠનોએ પ્રત્યેક કર્મચારીને સેવા અવધિમાં ઓછામાં ઓછા પાંચ પ્રમોશન સુનિશ્ચિત કરવાની માગણી મૂકી છે. એમનુ કહેવું છે કે, નિચલા સ્તરે કામ કરી રહેલા પ્રતિભાશાળી કર્મચારીઓમાં સીમિત પ્રમોશન તકોને કારણે નિરાશા વધી રહી છે. સંગઠનોની માગણી છે કે, કર્મચારીઓ તથા આશરે 68 લાખ પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો માટે સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે.
આ ઉપરાંત, પેન્શન વ્યવસ્થા વિશે પણ વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી. પ્રતિનિધિઓએ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને યૂનિફાઇડ પેન્શન સિસ્ટમ (UPS)ને સમાપ્ત કરીને જૂની પેન્શન યોજના (OPS) બહાલ કરવાની જૂની માગણી દોહરોવી હતીય બેઠકમાં ફેમિલી યુનિટની સંખ્યા ત્રણથી વધારીને પાંચ કરવાનો પ્રસ્તાવ છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, સેલરી નિર્ધારણમાં માતા-પિતાને પણ સામેલ કરવામાં આવવા જોઇએ. આથી કુટુંબ એકમ નો દાયરો વધારવામાં આવે!
18 પ્રશ્નોના જવાબ આપવા અંગે સહમતિ સધાઇ
ઑલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પલોઇઝ ફેડરેશન ના મહાસચિવ સી. શ્રીકુમારના જણાવ્યા અનુસાર, 8 મા વેતન આયોગ દ્વારા વેબસાઇટ પર પૂછવામાં આવેલા 18 પ્રશ્નોના ઉત્તર સમયસીમાની અંદર મોકલવા વિશે સંમતિ સધાઇ છે.
આગામી 10 થી 15 દિવસની અંદર તમામ કર્મચારી સંગઠનોની માગણીને સમાવિષ્ટ કરતો એક પરિપત્ર તૈયાર કરવામાં આવશે જેને આયોગની અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવશે.
સ્વાસ્થ્ય સુવિધાઓ અંતર્ગત, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના (CGHS) થી વંચિત શહેરોમાં કર્મચારીઓને હાલમાં 1,000 રુપિયા માસિક ભથ્થું મળી રહ્યું છે. કર્મચારી સંગઠનોએ એને વધારીને 20,000 રુપિયા પ્રતિ મહિના કરવાની અને ઇન્ટરનેટ જેવી સેવાઓ માટે ભથ્થું સામેલ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ આગળની બેઠકમાં સંયુક્ત પરિપત્રને અંતિમ રુપ આપવામાં આવશે અને ત્યાર બાદ એને 1 થી 2 અઠવાડિયાની અંદર 8 મા વેતન આયોગને સોંપવામાં આવે એવી સંભાવના છે.
આ પણ વાંચો: શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાં-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, ચાંદી ₹4 લાખને પાર
આ પણ વાંચો: શું ફેડની બેઠકથી બજાર પર અસર? આજે નિફ્ટી 225 પોઈન્ટ ઘટ્યો
આ પણ વાંચો: શેરબજાર : એક જ ઝાટકે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા
