Bitcoin Price Today: દુનિયાની સૌથી લોકપ્રિય અને મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin) માં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. 23 ફેબ્રુઆરીના રોજ એશિયન બજારમાં બિટકોઈનનો ભાવ $65,000 ના સ્તરની નીચે ઉતરી ગયો છે, જે છેલ્લા આઠ મહિનામાં સૌથી નીચો સ્તર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે આ ઘટાડો નોંધાયો છે.

કેમ તૂટ્યું Crypto Market?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા 15 ટકા ગ્લોબલ ટેરિફ ને કારણે વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. રોકાણકારો હવે ક્રિપ્ટોકરન્સી જેવી જોખમી અસ્કયામતો વેચીને સોના (Gold) જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. સોનાના ભાવમાં ૨ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે બિટકોઈનમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે.

Bitcoin અને અન્ય કરન્સીની સ્થિતિ
ક્રિપ્ટો માર્કેટમાં અત્યારે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન 4.8 ટકાના ઘટાડા સાથે આશરે $64,300 પર ટ્રેડ કરી રહ્યો છે, જે ૬ ફેબ્રુઆરી બાદનો સૌથી નીચો સ્તર છે અને તેનું માર્કેટ કેપ ઘટીને 1.29 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એથેરિયમ (Ethereum) માં પણ 5.2 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે $1,868 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ સિવાય એક્સઆરપી (XRP) 5.42 ટકા અને બિનાન્સ (Binance) 5.7 ટકા જેટલા તૂટ્યા છે, જેના કારણે સમગ્ર ક્રિપ્ટો માર્કેટ કેપ 2.23 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચીને લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે.
શું કહે છે નિષ્ણાતો?
માર્કેટ એનાલિસ્ટ્સના મતે, બિટકોઈન માટે $65,000 એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ હતું, જે હવે તૂટી ગયું છે. જો વેચવાલી ચાલુ રહેશે તો બિટકોઈન $60,000 ના સ્તર સુધી પણ જઈ શકે છે. બીજી તરફ, માર્કેટમાં રિકવરી માટે બિટકોઈને ફરીથી $70,000 નો આંકડો પાર કરવો પડશે. અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણયો અને ટ્રમ્પના નવા વ્યાપારિક પ્રતિબંધોને કારણે બજારમાં હજુ થોડા દિવસો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
