Surat News/ સુરતના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી

નિધિના લગ્નજીવનને માત્ર બે વર્ષનો સમય થયો હતો. આટલા ઓછા સમયમાં પરિણીતાએ આત્મહત્યા (Suicide)નું પગલું ભરતાં પરિવારમાં શોકનો માહોલ છે

Top Stories Gujarat Surat
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા (Suicide)કરી લેતાં ચકચાર મચી છે

Surat News : સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા (Suicide)કરી લેતાં ચકચાર મચી છે. મૃતકની ઓળખ નિધિ તરીકે થઈ છે. પરિવાર અને પોલીસ માટે ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂ (BJP Leader’s Daughter-in-Law )હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, નિધિ (Nidhi Suicide Case)ના લગ્નને હજુ માત્ર બે વર્ષ જેટલો સમય થયો હતો. આત્મહત્યાનું પગલું ભરતા પહેલાં લખાયેલી હોવાનું માનવામાં આવતી નોટમાં પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

PM દરમિયાન મળી સુસાઇડ નોટ

નિધિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ડોક્ટરોને તેના આંતરવસ્ત્રોમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. નોટમાં પુરાવા છુપાઈ ન જાય તે માટે તેને સંતાડવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ શરૂ

સુસાઇડ નોટ મળી આવ્યા બાદ પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નોટમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા સહિત સમગ્ર ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બે વર્ષના લગ્નજીવન બાદ અંતિમ પગલું

નિધિના લગ્નજીવનને માત્ર બે વર્ષનો સમય થયો હતો. આટલા ઓછા સમયમાં પરિણીતાએ આત્મહત્યા (Suicide)નું પગલું ભરતાં પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાના ચોક્કસ કારણો અને નોટમાં કરાયેલા આક્ષેપો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.


આ પણ વાંચો : સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો: 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ; HODને શો-કોઝ નોટિસ

આ પણ વાંચો : આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા હતા ગોવિંદા? માતાને ગુમાવવાનું દુઃખ કર્યું વ્યક્ત, કહ્યું- બાળકો માટે જીવવું છે

આ પણ વાંચો : ગાંધીનગર કેનાલ દુર્ઘટના કેસમાં મોટો વળાંક: પતિ, પ્રેમિકા સહિત 4 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો