Ram Rahim Parole: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને (Gurmeet Ram Rahim) હરિયાણા સરકારે ફરી એક વખત 21 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. પેરોલ મળ્યા બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી પોતાના કાફલા સાથે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ (Dera Sacha Sauda) જવા રવાના થયા છે. અહેવાલ મુજબ આ તેમની 17મી કામચલાઉ મુક્તિ છે.
Gurmeet Ram Rahim: રક્ષાબંધનને પગલે પેરોલ મંજૂર
રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રામ રહીમને 21 દિવસની પેરોલ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સવારે આશરે 6:05 વાગ્યે તેઓ સુનારિયા જેલમાંથી રવાના થયા હતા. ખાસ વાત એ છે કે આ વખતે તેમને ઉત્તર પ્રદેશના બાગપતના બર્નાવા આશ્રમને બદલે સિરસા સ્થિત મુખ્ય આશ્રમમાં (Sirsa Ashram) જવાની મંજૂરી મળી છે.
17મી વખત જેલમાંથી બહાર
રામ રહીમને અગાઉ પણ અનેક વખત પેરોલ અને ફર્લો આપવામાં આવી ચૂક્યા છે. રેકોર્ડ મુજબ આ તેમની 17મી કામચલાઉ મુક્તિ (Ram Rahim Parole) છે. મે 2026માં પણ તેમને 30 દિવસની પેરોલ આપવામાં આવી હતી.
બે સાધ્વીઓના દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા
ગુરમીત રામ રહીમને 2017માં બે સાધ્વીઓ સાથે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં પણ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
રામ રહીમને વારંવાર મળતી પેરોલ અને ફર્લોને લઈને અગાઉ પણ રાજકીય તથા જાહેર સ્તરે સવાલો ઉઠતા રહ્યા છે. ખાસ કરીને હાઇ-પ્રોફાઇલ કેદીઓને મળતી કામચલાઉ મુક્તિ અંગે પેરોલ નીતિ પર ચર્ચા થતી રહી છે.
2017માં ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી હતી
ઓગસ્ટ 2017માં રામ રહીમને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા ડેરા સચ્ચા સૌદાના વડાને પેરોલ મળતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તંત્ર સતર્ક રહે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓના આંદોલન પર રાજકીય ઘમાસાણ, રાહુલ ગાંધીના પત્ર બાદ BJPનો પલટવાર
આ પણ વાંચો: ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ઉંદરનો આતંક! સૂતા 78 વર્ષીય વૃદ્ધને નાક પર કરડ્યુ
આ પણ વાંચો: મહારાષ્ટ્ર પહાડ દુર્ઘટના : આઈફોન માટે મોત’ની વાતને માસીએ નકારી
