Patan News : આ કેસના ફરિયાદીએ ઇન્ડિયન બેંક શાખા પાટણ દ્વારા કરાયેલ ઓનલાઇન હરાજીમાં ત્રણ દુકાન રાખેલ હતી જે ત્રણે દુકાનનાં દસ્તાવેજો તેમજ વેચાણખત (સેલ લેટર) તથા દુકાનોના કાગળો ઝડપી કરી આપવા સારુ તથા દુકાનોને સંલગ્ન કાગળો તથા દુકાનોનો કબ્જો આપવા સારુ બ્રાંચ મેનેજર સામસિંગ જી.યાદવનો સંપર્ક સાંધ્યો હતો.
જેમાં યાદવે આ કામ માટે ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૧૫,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરી હતી. બીજીતરફ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.જેને આધારે એસીબીના અધિકારીઓએ પાટણ ડીસા હાઈવે પર સદ્ભાવ હોસ્પિટલની સામે જાળ બિછાવી હતી. જેમાં રુ. ૧૫,૦૦૦/- લાંચ લેતા બ્રાંચ મેનેજર યાદવ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભારે વરસાદ આવશે, ખેલૈયાની બગડશે નવરાત્રી
આ પણ વાંચો: રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી
આ પણ વાંચો: જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ
