આતુરતા નો આવ્યો અંત, દેશભરનાં તમામ 36 રાજ્યોની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટેની મતગણના શરૂ.આપને જણાવી દઇએ કે વેલ્લુર બેઠકનું મતદાન EC દ્રારા રદ કરવામાં આવતા 542 બેઠકો પર જ મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે ભારે સુરક્ષા વ્યાવસ્થા અને ECની ચાંપતી નજર નીચે મતદાન શરૂ થઇ ગયું છે.

દેશ અને દુનિયાની નજર જ્યારે પરિણામો પર છે ત્યારે આપને જણાવી દઇએ કે દેશમાં પહેલી વાર દરેક ગણનાં કેન્દ્રમાં EVM અને VVPATની સરખામણી કરવામાં આવશે. EVM અને VVPATની ECની માર્ગદર્શીકા પ્રમાણે ગણનાને લઇને હાર-જીતનાં પૂર્ણ પરિણામો સામે આવતા ગઇ ચૂંટણીઓની સાપેક્ષમાં થોડું મોડું થવાની ભીતી સેવાઇ રહેલી છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 28 જેટલા જીલ્લા અને મુખ્ય મથકો પરનાં મતગણના કેન્દ્ર પર પણ મતદાન શરૂ થઇ ચૂક્યુ છે ત્યારે ગુજરાતમાં કેટલી બેઠક ભાજપને ? અને કોંગ્રેસ ખાતું ખોલે છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.
