Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં 2 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટ (Street Light Pole)ના થાંભલાઓ(Street Light)ના સંચાલન અને જાળવણી માટે આપવામાં આવેલ કોન્ટ્રાક્ટ 2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયા બાદ એએમસી દ્વારા નવું ટેન્ડર જાહેર ન થતાં શહેરના કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ નજરે પડી છે. શહેરમાં અંધારપટ છવાય તો અકસ્માત, ચોરી, ગુના જેવા ગંભીર ગુનાઓ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
મળતા અહેવાલો મુજબ, જે કંપની પાસે અગાઉ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓનો કોન્ટ્રાક્ટ હતો, તે કંપની સાઇટલૂમ ઇન્ડિયા લિમિટેડ (Citelum India Pvt. Ltd.) કંપનીએ કામ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો અને લાઇટિંગ વિભાગને તેના વિશે જાણ કરી હતી. જો આ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નહીં હોય, તો શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ થઈ શકે છે. લાઇટિંગ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયરે બચાવાત્મક વલણ અપનાવતા કહ્યું, ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ઘણા વોર્ડ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોને અંધારાનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 જાન્યુઆરી, 2020 ના રોજ શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં વીજપોલના સંચાલન અને જાળવણી માટે સાઇટલૂમ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેથી કોઈપણ કંપનીને આપવામાં આવેલ નવો કોન્ટ્રાક્ટ સમયસર કામ શરૂ કરી શકે. લાઇટિંગ વિભાગ દ્વારા 5 વર્ષ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ પછી લાઇટિંગ વિભાગના અધિકારી દ્વારા હેરાનગતિને કારણે કોન્ટ્રાક્ટરે કામગીરી આગળ ન ધપાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
તો બીજી બાજુ અમદાવાદ મનપા(AMC)ના અધિકારીનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટના વીજળીના થાંભલા માટે નવું ટેન્ડર (Tender) બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં બ્લેકઆઉટની કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં. પરંતુ કેટલાય દિવસો થઈ ગયા છતાં પરંતુ લાઈટો ચાલુ ન થતાં રાત્રે અંધારપટનો શહેરીજનોને અનુભવ કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ઝડપી ટેન્ડર જાહેર કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સરસ્વતી સાધના સાયકલ યોજનામાં કૌભાંડ
આ પણ વાંચો:અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અસામાજીક તત્વોનો આતંક, પોલીસ પર ઉઠ્યા સવાલો
આ પણ વાંચો:અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો
