Ahmedabad News/ અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો

મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા

Gujarat Top Stories Ahmedabad Breaking News
Image 2025 01 11T083758.908 અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો

Ahmedabad News: આયકર વિભાગે ગઈકાલ સવારથી સોલા, સાયન્સ સિટી, રતન પોળ, નવરંગપુરા, સી.જી. રોડ પર આવેલી કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર,, NR એન્ડ કંપની, ND ગોલ્ડ જ્વેલરી LLPના રેસીડેન્સિયલ અને ઓફિસ સહિત 15 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

મળતા અહેવાલો મુજબ CGST,આવકવેરા વિભાગ સહિત કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દેશના ટોચના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સર્ચ અને સર્વે દરમિયાન જપ્ત થતી રોડક રકમનો ક્લેઈમ કરાયો હોવાના આક્ષેપો કરાયા છે. કમલેશ શાહે આ પ્રકારે રેડમાં જપ્ત કરાયેલી રકમ પોતે પક્ષકારને સાચવવા માટે આપી હોવાનો દાવો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ કરીને કરોડો રૂપિયાની રોકડ રકમ જપ્ત થતી બચી જતી હતી.

Image 2025 01 11T084038.105 અમદાવાદમાં I.T. વિભાગનું મેગા ઓપરેશન, દરોડામાં પકડાતી રકમ બચાવવાનો નવો કીમિયો

આ પ્રકારે જંગી રોકડ રકમ જપ્ત થતી બચાવવા બદલ કમલેશ શાહ અને તેની સાથે સંડોવાયેલા લોકો કમિશન લેતા હોવાનું પણ લોકોનું માનવું છે. 70 જેટલા આવકવેરા વિભાગના લોકો આમાં જોડાયેલા છે. આવકવેરા વિભાગને સર્ચ ઓપરેશનમાં મોટા પાયે કરચોરી પકડાવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આઈ.ટી. વિભાગ રજનીકાંત શાહના રેસીડેન્શિયલ, નવરંગપુરામાં આવેલું ગૌરાગ પંચાલનું રહેઠાણ, રતનપોળમાં એનઆર એન્ડ કંપની સહિત 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગને આમાં કોઈ મોટી મોડસ ઓપરેન્ડી આચરી હોવાની શંકા વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવકવેરા વિભાગના ડોસાણી ગ્રૂપ પર ધામા! બેનામી વ્યવહારો, કરચોરી પકડાવાની સંભાવના

આ પણ વાંચો:એક વર્ષમાં 36 ટકા કરોડપતિઓ વધ્યા, આવકવેરા વિભાગે જાહેર કર્યા આંકડા

આ પણ વાંચો:વડોદરામાં આવકવેરા વિભાગ ત્રાટક્યું, ચાર બિલ્ડરોની દિવાળી બગડી