Not Set/ કુવામાં રોટલો પડે તેના પરથી વરસાદની આગાહી થાય છે

અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના કુવાના કાંઠે આવેલા સતીમાતાના મંદિરે પૂજા અર્ચના થાય છે.  અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે.

Gujarat Others Trending

વરસાદના વરતારા વિષે તમે ઘણું સાંભળ્યું હશે અને અનેક રીત રીવાજો અને પરંપરાગત રીતિઓ વિષે અવગત હશો પણ એક એવું ગામ જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો થાય છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારા ના તાલે ઉમટી પડે છે. અને ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે.

  • પાંચમી છઠ્ઠી સદીથી ચાલી આવે છે પરંપરા
  • જામનગરના આમરા ગામમાં જોવા છે વરસાદનો વરતારો
  • ગામના મંદિરમાં બનાવાય છે રોટલો
  • બનાવેલા રોટલાને કુવામાં પધરાવવામાં આવે છે
  • કુવામાં રોટલો કઈ જગ્યા પર પડે છે તેના પરથી થાય છે નક્કી
  • આ વર્ષે 14થી 17 આની પડશે વરસાદ

પાંચમી છઠ્ઠી સદીથી જામનગરના આમરાગામમાં વરસાદનો વરતારો જોવાની પરંપરા છે. અને આ પરંપરા અનોખી છે. વરસાદનો વરતારો અનોખી રીતે જોવામાં આવે છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના કુવાના કાંઠે આવેલા સતીમાતાના મંદિરે પૂજા અર્ચના થાય છે.  અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.  આ વખતે રોટલો કુવાની વચ્ચોવચ પડી ઈસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.  આ વર્ષ ૧૪ થી ૧૭ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછતરા વરસાદ સમયે અને સારા રહેશે અને મબલખ પાક ઉતરશે એમ ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.

ક્યારથી પડી છે પ્રથા અને કેમ ?

દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ખેતરે ભાત લઈને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ સમ્બે રોટલા ઝૂંટવી લીધો હતો જેને લઈને ગામ ઉપર આફત આવી હતી. અને આફત નિવારણ થઇ ત્યારથી આ કૂવામાં રોટલા પધરાવાય છે.  ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનું ગ્રામજનો કહે છે.

કઈ દિશામાં રોટલો પડે તો સારું વર્ષ ?

જો પૂર્વ અને ઈસાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. ત્યારે આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઈ અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરા ગ્રામજનોનું કહેવું અને માનવું છે.