રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઉપરાંત મંત્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતાં

દ્વારકા મંદિર ખાતે પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા મંત્રીને દ્વારકાધીશની છબી આપી આવકાર્યા હતા. આ વેળાએ અગ્રણી રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે
આ પણ વાંચો: સુરતના PSIનો ગુનેગારને પકડવાનો અનોખો અંદાજ
આ પણ વાંચો: એકતાનગરમાં ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
