Bhavnagar News/ રિક્ષા લઇને દરિયામાં ગયેલા પ્રવાસી ફસાયા. તંત્ર સાથે પ્રવાસીઓ પણ બેદરકાર

ફરવા આવેલાં પ્રવાસીઓને લઈને દરિયામાં રિક્ષા લઈ પહોંચ્યો હતો

Gujarat Others

Bhavnagar News : ભાવનગર જિલ્લાનાં અનેક યાત્રાધામો પૈકીનું એક મહુવા તાલુકાામં આવેલા કોટડા ધામમાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ઉંચાકોટડાના દરિયા કિનારે પ્રવાસીઓને લઇ દરિયામાં રિક્ષા લઇને પહોંચ્યા હતા. હાલમાં તોફાનની આગાહી હોવાનાં કારણે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે અચાનક દરિયામાં પાણી આવી જતા રિક્ષા ફસાઇ ગઇ હતી. અનેક પ્રયાસો છતા પણ રિક્ષા ચાલુ થઇ શકી નહોતી.

જો કે લોકોની મદદથી રિક્ષાને આખરે પાણી વચ્ચેથી ઢસડીને કાઢવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઇ હતી. જો કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ચેતવણી આપી હોવા છતા પણ ઉંચા કોટડાના દરિયામાં શખ્સે રિક્ષા ઉતારી હતી. પ્રવાસીઓને લઈ દરિયામાં રિક્ષા લઈ પહોંચ્યો હતો. પાણીમાં રિક્ષા બંધ પડતાં જીવ તાળવે ચોંટ્યો હતો. પ્રવાસીઓનો જીવ અદ્ધરતાલ થઈ ગયો હતો. ભારે જહેમત બાદ રિક્ષા બહાર કાઢી હતી.

અગાઉથી જ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતા ઉંચા કોટડામાં કોઇ પોલીસ બંદોબસ્ત હોવો જોઇતો હતો પરંતુ તે હતો કે કેમ તે પણ એક મોટો સવાલ છે. જો કે લોકોની સતર્કતાને કારણે અત્યારે તો લોકોને બચાવી લેવાયા પરંતુ ભવિષ્યે પણ આવું જ રહેશે. દરિયો ગાંડોતુર બને તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરના મહુવાના ઉંચા કોટડાના દરિયામાં એક શખ્સે રિક્ષા ઉતારી હતી.

ફરવા આવેલાં પ્રવાસીઓને લઈને દરિયામાં રિક્ષા લઈ પહોંચ્યો હતો. દરિયાના પાણીમાં રિક્ષા બંધ પડી જતાં ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટ્યો હતો. દરિયાના ભારે મોજામાં રિક્ષા તણાવા લાગી હતી. રિક્ષાચાલકે ભારે જહેમત બાદ રિક્ષાને પાણીમાંથી બહાર કાઢી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યપ્રદેશથી સારવાર અર્થે વડોદરા લઇ ગયેલા દર્દી બોડેલી રજડતી હાલતમા જોવા મળ્યો

આ પણ વાંચો: અંકલેશ્વરમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય માછલીના મોત

આ પણ વાંચો: જામનગર માસુમ બાળકીને ખોળામાં બેસાડી આધેડે તમામ હદ વટાવી