National News/ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ઉંદરનો આતંક! સૂતા 78 વર્ષીય વૃદ્ધને નાક પર કરડ્યુ

Rat Bite Train: ઊના-ઇન્દોર એક્સપ્રેસના ફર્સ્ટ AC કોચમાં સૂતા 78 વર્ષીય વૃદ્ધના નાક પર ઉંદરે કરડ્યું. ઇન્દોર પહોંચ્યા બાદ હોસ્પિટલમાં સારવાર અને રેબીઝનું પ્રથમ ઇન્જેક્શન અપાયું.

Top Stories India Trending
Rat Bite Train: 78 વર્ષીય વૃદ્ધને કરડતાં રેલવે સામે ઉઠ્યા સવાલો

Indore News: ઊના-ઇન્દોર એક્સપ્રેસના ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત અધિકારીને ઉંદરે(Rat Bite Train) કરડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રે વૃદ્ધ પોતાની સીટ પર સૂતા હતા ત્યારે ઉંદરે તેમના નાક પર કરડ્યું હતું. અચાનક બનેલી ઘટનાથી કોચમાં દોડધામ મચી ગઈ હતી. ઇન્દોર પહોંચ્યા બાદ પરિવારજનો વૃદ્ધને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને રેબીઝથી બચવા માટેનું પ્રથમ ઇન્જેક્શન આપ્યું હતું.

Rat Bite Train: ટ્રેનમાં ચડ્યા બાદ જ દેખાયો હતો ઉંદર

મળતી માહિતી મુજબ 78 વર્ષીય એચપી કરણ પોતાના પરિવાર સાથે ચંદીગઢથી ઇન્દોર આવવા માટે ટ્રેનમાં સવાર થયા હતા. મુસાફરી શરૂ થયાના થોડા સમય બાદ જ ફર્સ્ટ AC કોચમાં (First AC Coach Rat) ઉંદર દેખાયો હોવાનું પરિવારજનોનું કહેવું છે.પરિવારે આ અંગે રેલવે કર્મચારીઓને જાણ કરી હતી. કોચમાં ગંદકી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ પરિવારના જણાવ્યા મુજબ ઉંદર નિયંત્રણ માટે પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું નહોતું.

રાત્રે સૂતા હતા ત્યારે નાક પર કરડ્યું

પરિવારના જણાવ્યા અનુસાર રાત્રે આશરે સાડા 10 વાગ્યે એચપી કરણ પોતાની સીટ પર સૂતા હતા. આ દરમિયાન ઉંદરે તેમના નાક પર કરડ્યું હતું. અચાનક ઉંદર કરડતાં વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા અને કોચમાં પરિવારજનો સહિત અન્ય મુસાફરોમાં પણ દોડધામ મચી હતી. પરિવાર દ્વારા તરત જ રેલવે સ્ટાફને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

Rat Bite Train: 78 વર્ષીય વૃદ્ધને કરડતાં રેલવે સામે ઉઠ્યા સવાલો
Rat Bite Train: ઊના-ઇન્દોર એક્સપ્રેસના ફર્સ્ટ AC કોચમાં ઉંદરે 78 વર્ષના વૃદ્ધને કરડ્યું

ઇન્દોર પહોંચતા જ હોસ્પિટલ લઈ ગયા

ટ્રેન ઇન્દોર પહોંચ્યા બાદ પરિવારજનો વૃદ્ધને સીધા કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક સારવાર કર્યા બાદ રેબીઝથી બચાવ માટેનું પ્રથમ ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ વૃદ્ધને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

રેલવેનું નિવેદન: આગ્રા મંડળ વિસ્તારમાં બની ઘટના

પશ્ચિમ રેલવેના ( Indian Railways)રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યું હતું કે ઉંદર કરડવાની ઘટના ટ્રેન આગ્રા રેલવે મંડળ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બની હતી. ઘટના બાદ મુસાફરને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું રેલવે તરફથી જણાવાયું છે.

રેલવે અધિકારીના જણાવ્યા મુજબ ટ્રેનના ઇન્દોરથી ઊના જવા રવાના થતાં પહેલાં નિર્ધારિત એન્ટી-રોડેન્ટ એટલે કે ઉંદર નિયંત્રણ પ્રક્રિયા કરવામાં આવી હતી. મુસાફરી દરમિયાન કોઈ સ્થળે કોચનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને તે સમયે ઉંદર અંદર પ્રવેશ્યો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા અંગે સવાલ

ફર્સ્ટ AC જેવા પ્રીમિયમ કોચમાં મુસાફરને ઉંદર કરડવાની ઘટના સામે આવતાં રેલવેની સ્વચ્છતા અને પેસ્ટ કંટ્રોલ વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને પરિવાર દ્વારા ઉંદર દેખાવાની અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં આવી ઘટના બનતા કોચમાં મુસાફરોની સુરક્ષા અને ફરિયાદોના ઝડપી નિરાકરણ અંગે ચર્ચા શરૂ થઈ છે.

મધ્યપ્રદેશમાં અગાઉ પણ ઉંદરના કિસ્સા સામે આવ્યા

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) જાહેર સ્થળો અને હોસ્પિટલોમાં ઉંદરોને લઈને અગાઉ પણ ફરિયાદો સામે આવી ચૂકી છે. ઇન્દોર એરપોર્ટના ટર્મિનલ પરિસરમાં મુસાફરને ઉંદરે કરડ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઉપરાંત ભોપાલ AIIMSના NICUમાં પણ ઉંદરોની અવરજવર અંગે ફરિયાદો સામે આવી હતી. અગાઉ ઇન્દોરની MY હોસ્પિટલના NICUમાં પણ ઉંદરોને કારણે ગંભીર સમસ્યા સર્જાઈ હોવાના અહેવાલો આવ્યા હતા. આ ઘટનાઓને જોતા જાહેર સ્થળો, ટ્રેન અને ખાસ કરીને હોસ્પિટલોમાં ઉંદર નિયંત્રણ તથા સ્વચ્છતા વ્યવસ્થાને લઈને વધુ અસરકારક પગલાં લેવાની જરૂરિયાત સામે આવી છે.


આ પણ વાંચો: રાજસ્થાન હાઈકોર્ટનો કડક આદેશ, શાળાના 50 મીટર વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ; બાળકોના સ્ક્રીન ટાઈમ અને AI અંગે પણ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો: મુંબઈમાં મરાઠી ભાષા વિવાદ વચ્ચે સ્થળાંતરિત ઓટો-ટેક્સી ચાલકોનો વિરોધ, સતામણીનો આક્ષેપ

આ પણ વાંચો: પટના એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઈન્ડિયાના વિમાન સાથે પક્ષી અથડાયું, 164 મુસાફરો સુરક્ષિત