Entertainment News : દિગ્ગજ બોલિવૂડ એક્ટર ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા વચ્ચેનો કૌટુંબિક અણબનાવ (Govinda controversy)હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સુનીતાના તાજેતરના આક્ષેપો અને કોર્ટના ધક્કા બાદ ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકે (Krishna Abhishek)આ મામલે મૌન તોડતાં ચિંતા વ્યક્ત કરી છે.
Govinda controversy : કૃષ્ણા અભિષેક અને આરતી સિંહની પ્રતિક્રિયા
એરપોર્ટ પર પાપારાઝી (Paparazzi)સાથેની વાતચીત દરમિયાન કૃષ્ણા અભિષેકે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં પરિવારની ગરિમા જાળવવાની અપીલ કરી.તેમણે સ્પષ્ટ કહ્યું કે ઘરની અંગત બાબતો બહાર જાહેર ન થવી જોઈએ. મામા-મામી પ્રત્યે સ્નેહ દર્શાવતા તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તમામ મુશ્કેલીઓ વહેલી તકે ઉકેલાઈ જાય.કૃષ્ણાની બહેન આરતીએ જણાવ્યુ કે વડીલો વચ્ચે બોલવું યોગ્ય નથી. તેમણે અન્ય લોકો પર આ મુદ્દે પબ્લિસિટી મેળવવાનો આક્ષેપ કર્યો હતો.

કાશ્મીરા શાહની સોશિયલ મીડિયા પોસ્ટ
કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ અને લગ્નજીવનમાં છેતરપિંડીને લઈને એક વિચારપ્રેરક પોસ્ટ શેર કરી હતી. જોકે તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ ચાહકો આ પોસ્ટને ગોવિંદા-સુનીતાના વિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે.
બાંદ્રા ફેમિલી કોર્ટ અને રાની સ્વર્ણકાર વિવાદ
સુનીતા આહુજા પોતાના પુત્ર યશવર્ધન સાથે બાંદ્રા ફેમિલી કોર્ટ (Bandra Family Court)પહોંચતા છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, મેનેજરના જણાવ્યા મુજબ સુનીતાએ જૂની અરજી પરત ખેંચી લીધી છે. સુનીતાએ ગોવિંદા પર સહ-અભિનેત્રી રાની સ્વર્ણકાર સાથે સંબંધોના આક્ષેપ મૂકીને ‘સુગર ડેડી’ તરીકે સંબોધ્યા હતા. સામે પક્ષે ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે પ્રોફેશનલ કામને લીંક કરવું ગેરવાજબી છે અને તેમણે સુનીતાને સીમા જાળવવા ટકોર કરી હતી.
આ પણ વાંચો :સલમાન ખાનથી લઈને દિલજીત સુધી, કરણ જોહરના કાઉચ પર ધમાકો કરવા તૈયાર આ બોલિવૂડ સિતારાઓ!
આ પણ વાંચો :રેડ કાર્પેટ પર ફોટો સેશન દરમિયાન વાગ્યું રાષ્ટ્રગાન, ભૂમિ પેડનેકરે પોઝ આપવાનું રોકી જીત્યા લાખો દિલ!
