Entertainment News/ રેડ કાર્પેટ પર ફોટો સેશન દરમિયાન વાગ્યું રાષ્ટ્રગાન, ભૂમિ પેડનેકરે પોઝ આપવાનું રોકી જીત્યા લાખો દિલ!

Entertainment News : બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) તાજેતરમાં પોતાના એક વાયરલ વીડિયોના કારણે ભારે ચર્ચામાં આવી છે. મુંબઈમાં આયોજિત એક ગ્લેમરસ ઈવેન્ટ દરમિયાન ભૂમિએ બતાવેલી નાગરિક સમજ અને દેશપ્રેમે સોશિયલ મીડિયા પર યુઝર્સના દિલ જીતી લીધા છે. રેડ કાર્પેટ પર પાપારાઝી (Paparazzi) ને ફોટો માટે પોઝ આપી રહેલી ભૂમિએ રાષ્ટ્રગાનનો અવાજ સાંભળતા જ […]

Entertainment
Bhumi Pednekar won hearts on the red carpet.

Entertainment News : બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) તાજેતરમાં પોતાના એક વાયરલ વીડિયોના કારણે ભારે ચર્ચામાં આવી છે. મુંબઈમાં આયોજિત એક ગ્લેમરસ ઈવેન્ટ દરમિયાન ભૂમિએ બતાવેલી નાગરિક સમજ અને દેશપ્રેમે સોશિયલ મીડિયા પર યુઝર્સના દિલ જીતી લીધા છે. રેડ કાર્પેટ પર પાપારાઝી (Paparazzi) ને ફોટો માટે પોઝ આપી રહેલી ભૂમિએ રાષ્ટ્રગાનનો અવાજ સાંભળતા જ જે પ્રતિક્રિયા આપી, તેના લોકો મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે.

Bhumi Pednekar : રેડ કાર્પેટ પર મોમેન્ટ ઓફ ધ ડે

સફેદ સાડી અને બ્લેક બ્લાઉઝમાં ગોર્જિયસ લુક (Gorgeous look)સાથે ઈવેન્ટમાં પહોંચેલી ભૂમિ પેડનેકર જેવી જ કેમેરા સામે આવી કે અચાનક હોલમાંથી ‘જન ગણ મન’ નો અવાજ સંભળાયો.રાષ્ટ્રગાન સાંભળતા જ ભૂમિએ તરત જ પાપારાઝીને “એક સેકન્ડ, રાષ્ટ્રગાન…” કહીને ફોટોગ્રાફર્સને કેમેરા રોકવા કહ્યું અને પોતે સાઈડમાં થઈને રાષ્ટ્રગાનના સન્માનમાં સાવધ મુદ્રામાં ઊભી રહી ગઈ.રાષ્ટ્રગાન  (National Anthem)પૂરું થયા બાદ જ ભૂમિ ફરીથી રેડ કાર્પેટ પર પરત ફરી હતી અને સ્માઈલ સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સે બાંધ્યા પ્રશંસાના પુલ

ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતાં જ લોકો ભૂમિના સંસ્કારો અને દેશ પ્રત્યેના સન્માનની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં ભૂમિના આ પગલાને શાનદાર ગણાવ્યું હતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ પેડનેકર તાજેતરમાં સાયકોલોજીકલ ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘દલદલ’ અને ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ માં જોવા મળી હતી. આ સિવાય, હાલમાં રાજકારણમાં જોડાવવાની અફવાઓ પર વિરામ મૂકતા તેણે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં તેનું પૂરેપૂરું ધ્યાન પોતાના ફિલ્મ કરિયર પર જ છે.


આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ

આ પણ વાંચો :સુનીતા સાથેના છૂટાછેડાના વિવાદ વચ્ચે ગોવિંદાનું કડક વલણ; અફવાઓ ફેલાવનારાઓ સામે જાહેર કરી નોટિસ

આ પણ વાંચો :‘વારાણસી’ 50 ભાષામાં થશે ડબ, ડબિંગ માટે લેવાશે 1500 થી વધુ કલાકારોના અવાજના સેમ્પલ!